મોરબીના જેતપર ગામે કુહાડી-તીક્ષણ હથિયારના ઘા ઝીકિને આધેડની હત્યા કરનારા આરોપીની ધરપકડ
મોરબીમાં રિક્ષાની માથું કચડી નાખી બાળકનું મોત નિપજાવનાર રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો
SHARE
મોરબીમાં રિક્ષાની માથું કચડી નાખી બાળકનું મોત નિપજાવનાર રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો
મોરબીની સુમરા સોસાયટીમાં ઘર પાસે મિત્રો સાથે રમતો ૯ વર્ષનો બાળક ત્યાંથી નીકળેલ રિક્ષાના પાછળના વ્હીલમાં આવી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તે બાળકનું મોત નીપજ્યું હતું જે બનાવમાં હાલમાં મૃતક બાળકના માતાએ નોંધાવેલ ફરિયાદ આદહરે પોલીસે અકસ્માત સર્જીને રિક્ષાને સ્થળ ઉપર જ છોડીને નાસી ગયેલ તેના ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ સુમરા સોસાયટીમાં રહેતા નાજીયાબેન જાવીદભાઇ સીદીકભાઇ સુમરા જાતે સંધી (૩૦)એ હાલમાં રિક્ષા નંબર જીજે ૬ વાય ૯૨૧૩ ના ચાલકની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓનો ૯ વર્ષનો દીકરો સુલતાન જાવેદભાઈ સુમરા તેઓના ઘર પાસે તેના મિત્રો સાથે રમતો હતો ત્યારે ત્યાં શેરીમાંથી પસાર થયેલ બ્લુ કલરની ઠાઠા વાળી લોડીંગ રીક્ષાના પાછળના વ્હીલમાં સુલતાનનું માથું આવી જવાને કારણે તે બાળકને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને રિક્ષા ચાલક તેનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયો હતો અને ત્યારબાદ તે બાળકના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક બાળકની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે આ બનાવની આગળની તપાસ બી ડિવિઝનના પીએસઆઈ ડી.કે. જાડેજા કરી રહ્યા છે
અકસ્માતમાં ઇજા
મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામે રહેતા મુકેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી (૩૫) નામના યુવાનને જુના ઘૂટું રોડ ઉપર આવેલ જુના સ્મશાન પાસેથી તે જઈ રહ્યો હતો ત્યારે કારની ઠોકર લાગતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરી રાબેદા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.પી. પટેલ દ્વારા કરવામાં આવેલ છે









