મોરબીના ગાળા ગામ પાસે કારખાનામા સેડ ઉપરથી નીચે પડતાં આધેડનું મોત
મોરબીના જેતપર ગામે કુહાડી-તીક્ષણ હથિયારના ઘા ઝીકિને આધેડની હત્યા કરનારા આરોપીની ધરપકડ
SHARE
મોરબીના જેતપર ગામે કુહાડી-તીક્ષણ હથિયારના ઘા ઝીકિને આધેડની હત્યા કરનારા આરોપીની ધરપકડ
મોરબીના જેતપર ગામે રાત્રિના સમયે મહિલા સૂતા હતા ત્યાં પાડોશમાં રહેતા શખ્સે દરવાજો ખટખટવ્યો હતો જેથી તે શખ્સનાં પત્નીને તે બાબતે પૂછતા મહિલાઓ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારબાદ આધેડ ઉપર પાડોશી શખ્સ દ્વારા કુહાડી અને તીક્ષણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી તેને માથામાં અને શરીરે ગંભીર ઈજા થઈ હતી માટે તેઓનું રાજકોટ ખાતે સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જે બનાવમાં મોરબી તાલુકા પોલીસે મૃતકના દીકરની ફરિયાદ લઈને હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર ગામે રહેતા અરવિંદભાઇ ચંદુભાઈ અઘારીયા (૨૨)એ મયુર હરખાભાઈ માલણીયાદ રહે. જેતપર વાળની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, તેના પિતા ચંદુભાઈ બાબુભાઈ અઘારીયા (૫૫)ને તેઓના ઘર પાસે હતા ત્યારે પાડોશમાં રહેતા મયુર હરખજીભાઈ માલણીયાદ નામના શખ્સે કુહાડી અને તીક્ષ્ણ હથિયાર વડે માથા અને શરીર ઉપર આડેધડ ઘા મારીને ઇજાઓ કરી હતી જેથી કરીને ગંભીર હાલત ઇજા પામેલ ચંદુભાઈ અઘારીયાને પ્રથમ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેઓને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું
વધુમાં ફરિયાદી જણાવ્યુ છે કે, તેઓના પત્ની રાતે ઘરે એકલા હતા ત્યારે તેમના બંધ દરવાજાને પાડોશમાં રહેતા આરોપી મયુરે ખખડાવ્યો હતો જોકે, અરવિંદભાઈના પત્નીએ દરવાજો ખોલ્યો ન હતો અને બીજા દિવસે સવારે પાડોશમાં રહેતા મયુરના પત્ની કાજલબેનને અરવિંદભાઈના પત્ની મનીષાબેને “કેમ તારો પતિ રાતે મારા ઘરનો દરવાજો ખટખટાવતો હતો” એવું કહ્યું હતું જે બાબતે મહિલાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ઝઘડો થયો હતો અને ત્યારબાદ મયુરની પત્ની અને માતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગયા હતા અને જેથી કરીને તાલુકા પોલીસ સ્ટેશનેથી અરવિંદને ફોન આવ્યો હતો જેથી અરવિંદ તેના પત્ની અને તેની માતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આવ્યા હતા
દરમ્યાન તેના પિતા ચંદુભાઈ અઘારીયા ઘર નજીક એકલા ઊભા હતા ત્યારે મયુરે તેના ઉપર કુહાડી અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો જેમાં ગંભીર ઇજા થયેલ હોવાથી તેમનું મોત નીપજયું હતું અને હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી મયુરભાઇ હરખાજીભાઇ ઉર્ફે હરખાભાઈ માલણીયાત (૨૫) રહે. જીઇબી પાવર હાઉસ પાસે જેતપર તાલુકો મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે









