મોરબીમાં પ્રેમ લગ્ન કરીને બહેન જતી રહેતા ગુમસૂમ રહેતા ભાઈએ જીવન ટૂંકાવ્યું
SHARE
મોરબીમાં પ્રેમ લગ્ન કરીને બહેન જતી રહેતા ગુમસૂમ રહેતા ભાઈએ જીવન ટૂંકાવ્યું
મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ મોટી હનુમાન શેરીમાં રહેતા યુવાનના બહેને એક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરી લીધા હતા ત્યારથી યુવાને ગુમસૂમ રહેતો હતો અને તેને મનોમન લાગી આવતા તેણે પોતે પોતાની જાતે લાતી પ્લોટમાં આવેલ કારખાનાની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તે યુવાનના મૃતદેહને તેનો ભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી એ ડિવિજન પોલીસને તેના દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ ગ્રીનચોક પાસે મોટી હનુમાન શેરીમાં રહેતા પ્રિતેશભાઈ ભરતભાઈ દોશી જાતે વાણીયા (૨૮) નામના યુવાને મોરબીના લાતી પ્લોટ શેરી નંબર ૫-૬ ની વચ્ચે ભારતીય ચેમ્બરમાં આવેલ નીરવ આર્ટ નામના ઘડિયાળના કારખાનામાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક યુવાનનો ભાઈ મિતેશભાઇ ભરતભાઈ દોશી જાતે વાણીયા રહે. હાલ રંગપર વિરાટનગર મૂળ રહે. હનુમાન શેરી ગ્રીન ચોક પાસે મોરબી વાળા મોરબીના સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવ અંગેની મૃતક યુવાનના ભાઈ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવમાં વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાનના બહેને નિધિબેને એક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરી લીધા હતા અને ઘરેથી જતા રહેલા હતા ત્યારથી મૃતક યુવાન ગુમસુમ રહેતો હતો અને તેને મનોમન લાગી આવતા તેને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધેલ છે તેવું તેના પરિવાર જણાવી રહ્યા છે જે અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે