મોરબીમાં પ્રેમ લગ્ન કરીને બહેન જતી રહેતા ગુમસૂમ રહેતા ભાઈએ જીવન ટૂંકાવ્યું
મોરબી જીલ્લામાં વિદેશી દારૂની ત્રણ રેડ: ૮૩ બોટલ દારૂ-૩૭ બીયર સાથે ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ
SHARE
મોરબી જીલ્લામાં વિદેશી દારૂની ત્રણ રેડ: ૮૩ બોટલ દારૂ-૩૭ બીયર સાથે ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ
મોરબીના વીસીપરા વિસ્તારમાં ગોર ખીજડીયા મેઇન રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તાર પાસે માફાતિયાપરામાં રહેતા શખ્સનાં ઘરમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીની ટીમને હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની નાની ૮૧ બોટલો તથા બિયરના ૩૮ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂ અને બિયરનો જથ્થો કબજે કરીને એક શખ્સની ધરપકડ કરેલ છે અને માલ આપનારા શખ્સનું નામ પણ સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
મોરબી જિલ્લા એલસીબીની ટિમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ગોર ખીજડીયા મેઇન રોડ ઉપર રણછોડનગર પાસે આવેલ મફતિયાપરામાં રહેતા અનિલભાઈ મોહનભાઈ ચૌહાણના રહેણાંક મકાનની અંદર દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે રહેણાંક મકાનમાંથી દારૂની નાની ૮૧ બોટલો મળી આવતા ૮૧૦૦ ની કિંમતનો દારૂ તેમજ બિયરના ૩૮ ટીન મળી આવતા ૩૮૦૦ રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો અને ૫૦૦૦ રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન આમ કુલ મળીને ૧૬,૯૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી અનિલભાઈ મોહનભાઈ ચૌહાણ જાતે અનુ. જાતિ (૩૫) રહે. રણછોડનગર પાસે મફતિયાપરા ગોર ખીજડીયા મેઇન રોડ વીસીપરા મોરબી મૂળ રહે. હજામચોરા તાલુકો જોડીયા વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સ મહેબૂબભાઈ સુલેમાનભાઈ સુમરા રહે. નવલખી રોડ રણછોડનગર મોરબી વાળા પાસેથી માલ લાવીને વેચાણ કરવા માટે પોતાના ઘરમાં રાખતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ બંને શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને માલ આપનાર મહેબુબભાઇ સુલેમાનભાઈ સુમરાને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે
દારૂની એક-એક બોટલ
વાંકાનેર નજીક રાતાવિરડાની સીમમાં આવેલ રે સિરામિકની પાસેથી પસાર થઈ રહેલા શખ્સે રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૪૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી જયદેવભાઈ ભરતભાઈ તરવાડીયા જાતે કોળી ઠાકોર (૨૫) રહે. રાતાવિરડા સિમ મોટો રોલ્સ સિરામિકની કોલોનીમાં તાલુકો વાંકાનેર મૂળ રહે. વસાવડા તાલુકો ધાંગધ્રા વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સે દારૂની બોટલ જીતેશ ઉર્ફે જીતો ચોથાભાઈ ભવાણીયા જાતે કોળી રહે. રાતાવિરડા તાલુકો વાંકાનેર વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવતા તેની સામે પણ ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આવી જ રીતે રાતાવિરડા રોડ ઉપર આવેલ પીરોનજા સીરામીક સામે રાજા મેલડી કિરાણા સ્ટોર સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે ૩૪૦ ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી જયંતિભાઈ હીરાભાઈ અબાસણીયા જાતે કોળી (૩૭) રહે. રાતાવિરડા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ તેણે આ દારૂની બોટલ જીતેશ ઉર્ફે જીતો ચોથાભાઈ ભવાણીયા જાતે કોળી રહે. રાતાવિડા તાલુકો વાંકાનેર વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવતા પોલીસે આ ગુનામાં પણ તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે