મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવીરડા નજીકથી દારૂની આઠ બોટલ સાથે એકની ધરપકડ, એકની શોધખોળ


SHARE







વાંકાનેરના રાતાવીરડા નજીકથી દારૂની આઠ બોટલ સાથે એકની ધરપકડ, એકની શોધખોળ

વાંકાનેર તાલુકાના રાતાવીરડા રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાની બાજુમાં સુરાપુરાની જગ્યાની પાછળના ભાગે ખરાબામાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની આઠ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૭૨૦ રૂપિયાની કિંમતના દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને વધુ એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવેલ છે

વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રાતાવીરડા રોડ ઉપર આવેલ સીરોન્જા સીરામીકની બાજુમાં આવેલ સુરાપુરાની જગ્યા પાછળ ખરાબામાં દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં સ્થળ ઉપર દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દારૂની આઠ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૭૨૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી જીતુભાઈ ચોથાભાઈ ભવાણીયા જાતે કોળી (૨૩) રહે. રાતાવિરડા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચોથાભાઈ ખીમાભાઈ કૂણપરા જાતે કોળી રહે. રાતાવિરડા વાળાનું નામ સામે આવ્યું હોય આ બંને શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને ચોથાભાઈ કુણપરાને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે






Latest News