મોરબીમાં જન્મદિવસ નિમિતે મહાન રાણી લક્ષ્મીબાઇની પ્રતિમા માટે આપ્યુ દાન
મોરબીની મચ્છુ નદીમાં કરવામાં આવેલ બાંધકામની રજૂઆત મળતા જ કલેકટરનો તપાસનો આદેશ
SHARE







મોરબીની મચ્છુ નદીમાં કરવામાં આવેલ બાંધકામની રજૂઆત મળતા જ કલેકટરનો તપાસનો આદેશ
મોરબીમાં ઝૂલત પુલ પાસે મંદિરનુ બાંધકામ કરવામાં આવી રહ્યું છે તેની સાથે મચ્છુ નદીના પટમાં બાંધકામ કરવામાં આવી રહ્યું છે જે અંગેની કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી જેથી કરીને તંત્ર દોડતું થયેલ છે ત્યારે બાદ નોટીસ આપીને પાંચ દિવસમાં જગ્યાના કબ્જા વિષેની માહિતી રજૂ કરવા માટે તાકીદ કરાઇ છે
મોરબીમાં છેલ્લા ઘણા સમયથી મચ્છુ નદીના કાંઠે ઝુલતા પુલની બાજુમાં સ્વામીનારાયણનું મંદિર બનાવવામાં આવી રહ્યું છે અને મચ્છુ નદીમાં બાંધકામ કરવામાં આવી રહ્યું છે જેથી કરીને મચ્છુ નદીની પહોળાઈ ઘટી રહી છે તેવી તે બાંધકામ બાબતે કલેક્ટરમાં અરજી કરવામાં આવી હતી જેથી કરીને રજુઆતને ધ્યાને લઈને સવાલવાળી જગ્યાની સ્થળ તપાસ કરી, થઈ રહેલ બાંધકામ નદીના નોટીફાઈડ એરીયામાં થાય છે કે કેમ ? તથા સદરહું બાંધકામના કારણે નદીના કુદરતી પ્રવાહને તથા પુરના સમયે બાંધકામના કારણે કોઈ દુર્ઘટના સર્જાવાની શક્યતા રહે કે કેમ ? તે બાબતે તેમજ ભુતકાળમાં નદીમાં છોડવામાં આવેલ પાણીના પ્રવાહનું લેવલ વિગેરે બાબતો ધ્યાનમાં લઈ હકીકત લક્ષી અહેવાલ પાંચ દિવસમાં મોકલી આપવાનો કલેકટરે આદેશ કરેલ છે
