સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા તેમજ પંચાસર ચોકડી પાસે મારામારીમાં ચારને ઇજા


SHARE





મોરબીના શનાળા તેમજ પંચાસર ચોકડી પાસે મારામારીમાં ચારને ઇજા

મોરબીના સનાળા ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ત્રણ લોકોને ઈજા થઈ હતી અને મોરબીની પંચાસર ચોકડી પાસે થયેલ મારામારીમાં એક મહિલાની ઇજા થઈ હતી જેથી તમામ ઇજા પામેલ લોકોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના સનાળા ગામે શક્તિ માતાના મંદિર પાસે બનેલ મારામારીની ઘટનામાં ઇજા થતા કાંતિભાઈ ભુરાભાઈ સોલંકી (૪૫), કંચનબેન કાંતિભાઈ સોલંકી (૪૨) અને ગૌતમ કાંતિભાઈ સોલંકી (૨૫) રહે. ત્રણેય લાઇનસનગર સનાળા મોરબી વાળાને  સારવાર માટે સિવિલ લઈ જવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ખાતેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ પટેલ દ્વારા નોંધ કરી મારામારીના કારણ અંગે તપાસ કરવામાં આવી છે. તો મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ પંચાસર ચોકડી નજીક મારામારીનો બનાવ બન્યો હતો આ બનાવમાં આરતીબેન પ્રકાશભાઈ દેવીપુજક (૩૦) રહે. દલવાડી સર્કલ પાસે કંડલા બાયપાસ મોરબી વાળીને શરીર નાની મોટી ઇજાઓ થઈ હોય સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી જ્યાં તેમની સારવાર કરવામાં આવ્યા બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે જાણ કરવામાં આવેલ હતી જેથી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા બનાવની નોંધ કરી મારામારી સંદર્ભે આગળની તપાસ કરવામાં આવી હતી.

ફિનાઇલ પી જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર પાવળીયારી પાસે આવેલ લિપોના સિરામિક નામના યુનિટના લેબર ક્વાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતાં પરિવારની રમીલાબેન સુનિલભાઈ મોહનિયા નામની ૨૨ વર્ષીય મહિલા લેબર કવાટરમાં ફીનાઇલ પી ગયા હતા.જેથી તેમને સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.તેમ તાલુકા પોલીસ સૂત્રોમાંથી જણાવવામાં આવેલ છે.હાલ હોસ્પિટલ ખાતેથી આવેલી યાદીના પગલે તે બીટ વિસ્તારના જમાદાર વિજયભાઈ ડાંગર દ્વારા બનાવની નોંધ કરીને બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

જામનગરના જોડીયા પાસે આવેલા ભીમકટા ગામે રહેતા નરેશભાઈ જીવણભાઈ ઠાકોર નામના ૩૨ વર્ષના યુવાનને ભીમકટાથી રામસર જતા રસ્તે રામાપીરના મંદિર પાસે મારામારીના બનાવમાં ઈજાઓ થયેલ હતી.જેથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે મોરબીની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલ ખાતેથી યાદી આવતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ બનાવ અંગે પ્રાથમિક તપાસ કરી હતી અને બાદમાં આગળની તપાસ માટે જોડિયા પોલીસની જાણ કરી હતી.

ઊંચાઈએથી પડી જતા સારવારમાં

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ વૈભવ ફ્લેટના સામેના ભાગે રહેતા મનોજભાઈ ભુપતભાઈ હમીરપરા નામના ૩૦ વર્ષના યુવાનને ગત તા.૩૧-૫ ના સવારે ૭:૩૦ વાગ્યાના અરસામાં મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ કોરલ ગ્રેનાઈટો નામના યુનિટમાં પતરા ઉપર ચડીને કામ કરતાં સમયે કામ દરમિયાન ઉંચાઈએથી નીચે પડી જવાના બનેલ બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજા દ્વારા બનાવ સંદર્ભે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.




Latest News