મોરબીના સેસન્સ કોર્ટમાં લીલાપરની મારામારી તથા એટ્રોસીટી કેશના આરોપીઓનો ર્નિદોષ છુટકારો
SHARE






મોરબીના સેસન્સ કોર્ટમાં લીલાપરની મારામારી તથા એટ્રોસીટી કેશના આરોપીઓનો ર્નિદોષ છુટકારો
મોરબી તાલુકા પોલીસમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે તા.૬-૫-૨૦૧૯ ના રોજ રાત્રીના આઠ સાડા આઠ વાગ્યાના સુમારે ફરીયાદીની દીકરી ભોગબનનાર સાંજના પોતાનુ મોટરસાઈકલ લઈ લીલાપર રોડ ઉપર મેલડી માતાના મંદિર પાસેથી પોતાના ધરે આવતા હતા ત્યારે આરોપીઓ એ મોટર સાઈકલમાં તેનો પીછો કરી આરોપી નં.૧ના એ ઈન્ડીયા નળીયાના કારખાનાની ઓરડીમાં લીલાપર રોડ ઉપર ફરીયાદીની ભોગબનનાર દીકરીને કહેલ કે હવે કેમ ફોન નથી કરતી તેમ કહેતા ફરીયાદીની દીકરીએ ત્યાથી મોટર સાઈકલ લઈ તેના ધરે જતી રહેલ અને ધરે જઈને તેનાબાપુજીને બનાવની વાત કરેલ. આ અંગે આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ કરવા જતાં આરોપીઓએ એકસંપ કરી ફરીયાદીના ધર પાસે ફરીયાદી સાથે ઝધડો કરી આરોપી નં ૧ ના એ છરીનો છુટો ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીને તેઓની જાતી પ્રત્યે હળધુત કરીને આરોપીઓ નળીયા, પથ્થરના છુટા ધા મારી સાહેદ રંજનબેનને મુંઢ ઈજા કરતા તે મતલબની ફરીયાદીએ પોલીસમાં ફરીયાદ કરતાં ફરીયાદના આધારે મોરબી તાલુકા પોલીસેભારતીદંડસંહિતાનીકલમ-૩૫૪(ડી)(૧), ૩૨૩, ૩૩૭, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪તથા અનુસુચિત જનજાતી(અ યાચારનિવારણ) સુધારણા અધી.-૨૦૧૫નીકલમ-૩(૧)(આર)(એસ) ,૩(૨) (૫-એ) મુજબનો ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરેલ હતી.
સદરહુ કેસ મોરબીના બીજા એડી. ડિસ્ટ્રી. જજ વી.એ.બુધ્ધની કોર્ટમાં ચાલેલ અને તમામ આરોપીઓ તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ દિલીપ અગેચાણીયા રોકાયેલા હતા.આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોકટર તથા તપાસ કરનાર અધીકારી વિગેરેની જુબાની લેવામાં આવેલી તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દવારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદથી વિરુધ્ધનો અને વીપરીત હકીકત જણાવેલ છે. અને ફરીયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામના સરકારી સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદપક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. તેમજ સરકારપક્ષ આરોપી સામે કેસ સાબીત કરવામાં તદન નિષ્ફળ રહેલ છે અને નામદાર કોર્ટમાં દલીલ કરેલ કે જયા 'સુધી આરોપીઓ સામે સરકાર શંકારહીત કેસ સાબીત ન કરી શકે ત્યાં સુધી આરોપીઓને નિર્દોષ માનવા જોઈએ તેમજ વધુમાં નામ. સુપ્રીમ કોર્ટે અને ગુજરાત હાઈકોર્ટ આપેલ જે ચુકાદા પર પણ આધાર રાખી આરોપીઓ તદન નિર્દોષ છોડી મુકવા જોઈએ તેવી ધારદાર દલીલ કરેલી.ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ દીલીપ અગેચાણીયાની તમામ દલીલો માની નામદાર કોર્ટે તમામ આરોપીને નીર્દોપ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ.આરોપીતરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ શ્રી દીલીપ આર. અગેચાણીયા, યુવાન એડવોકેટ જીતેન અગેચાણીયા, જે.ડી.સોલંકી, હિતેશ પરમાર, રવિ ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલ હતા.


