મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના લાકડધાર ગામેથી ગુમ થયેલા વૃદ્ધનો કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: તપાસ શરૂ


SHARE







વાંકાનેરના લાકડધાર ગામેથી ગુમ થયેલા વૃદ્ધનો કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: તપાસ શરૂ

વાંકાનેરના લાકડધાર ગામમાંથી ચાર દિવસ પહેલા બાઇક લઇને ગયેલા વૃદ્ધ ઘરે પાછા આવેલ ન હતા જેથી કરીને તે વૃદ્ધને શોધવામાં આવી રહ્યા હતા તેવામાં વૃદ્ધનો વિઠ્ઠલપર ગામના તળાવ પાસેથી કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે અને જેથી કરીને વૃદ્ધના બોડીને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને હાલમાં વીસેરા લઈને આગળની તપાસ કરવામાં આવી રહી છે

જાણવા મળતી વિગતો વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે રહેતા હીરાભાઈ ધનાભાઈ અણિયારીયા જાતે કોળી (૫૮) ની કોહવાઈ ગયેલ હાલતમાં વિઠ્ઠલપર ગામની સીમ લાકડધાર રોડ ઉપર આવેલ જીએસઈસીએલ પાવર પ્લાન્ટ પાસે તળાવમાંથી ડેડબોડી મળી આવી હતી જેથી કરીને ત્યાંથી તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવ અંગેની મૃતકના પરિવારજને વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની વધુ તપાસ વાંકાનેરના જે.જી ઝાલા ચલાવી રહ્યા હોય તેની સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, લાકડધાર ગામના હીરાભાઇ ધનાભાઇ અણીયારીયા ગત તા. ૩૦ ના રોજ ઘરેથી બાઇક લઈને બહાર ગયા હતા અને મોડી રાત સુધી પરત આવ્યા ન હતા જેથી તેની શોધખોળ પરિવાર દ્વારા કરવામાં આવી રહી હતી અને દરમિયાન વિઠ્ઠલપર ગામની સીમ લાકડધાર રોડ ઉપર આવેલ તળાવમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં તેની ડેડબોડી મળી આવી હતી અને જાનવર દ્વારા તેની બોડીને ફાડી ખાવામાં આવી હોવાથી હીરાભાઇના બોડીને ફોરેનસિકમાં લઈ જવામાં આવેલ છે અને તેના વીસેરા લેવામાં આવેલ છે તેવી માહિતી પોલીસ પાસેથી જાણવા મળેલ છે






Latest News