મોરબીના જેતપર ગામે સત્યગ્રહ છાવણીની બહાર ખેડૂતો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી-કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના પૂતળાનું દહન મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો મોરબી જીલ્લામાં મેઘમહેર: માળિયા (મી)માં સવા પાંચ ઇંચ અને વાંકાનેર તાલુકામાં દોઢ ઇંચા વરસાદ ટંકારાના નેકનામ ગામે રહેતા યુવાને વ્યાજે લીધેલ 29.70 લાખ સામે 2.05 કરોડ પડાવી લીધા છતાં વધુ 50 લાખની ઉઘરાણી હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી નજીક વાડી વિસ્તારમાં જુગાર રમતા 7 શખ્સ 50,080 ની રોકડ સાથે પકડાયા અપમૃત્યુના 3 બનાવ: વાંકાનેર શહેરમાં એક યુવાન અને એક આધેડ તથા મોરબીના ઘુટુ ગામે એક આધેડનું મોત મોરબીના બરવાળા પાસે ટ્રેન સાથે અથડાતાં યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના પીપળી પાસે કારખાનામાં ત્રણ યુવાનોને ઇલેક્ટ્રીક શોર્ટ લગતા એકનું મોત, બે સારવારમાં


SHARE





મોરબીના પીપળી પાસે કારખાનામાં ત્રણ યુવાનોને ઇલેક્ટ્રીક શોર્ટ લગતા એકનું મોત, બે સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામની સીમમાં સીરામીક કારખાનામાં માટી ખાતાની અંદર બોયલ મીલ પાસે ત્રણ યુવાન કામ કરી રહ્યા હતા ત્યારે સ્લરીના કૂવામાં ઉતરીને માટી સાફ કરતા સમયે કોઈ કારણોસર ત્રણેયને ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં ત્રણ પૈકીનાં એક યુવાનનું મોત નીપજયું હતું અને બે યુવાન સારવારમાં છે આ બનાવની મોરબી તાલુકા પોલીસને મૃતકના પત્ની દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામની સીમમાં આવેલ વોલેન્ટો સિરામિક કારખાનામાં મજૂરની ઓરડીમાં રહેતા અને ત્યાં મજૂરીકામ કરતાં વેલ્સર ઇન્દ્રસીંઘ અજનાર (૨૪), ઇવાન બરદે (૩૬) અને આશારામ સલકારીયા (૩૬) નામના ત્રણ યુવાનો કારખાનામાં માટી ખાતાના બોયલ મીલ પાસે આવેલ સ્લરીના કૂવામાં ઉતરીને માટી સાફ કરતાં હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે આ ત્રણેય યુવાનોને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તે ત્રણેય યુવાનનોને તાત્કાલિક સારવાર માટે મોરબીમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે વેલ્સર ઇન્દ્રસીંઘ અજનાર મૃત જાહેર કર્યો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના પત્ની નારદાબેન વેલ્સર અજનાર (૨૨) રહે. હાલ વોલેન્ટો સિરામિક કારખાનામાં મજૂરની ઓરડી મૂળ રહે. એમપી વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. વસીયાણી ચલાવી રહ્યા છે




Latest News