મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે રહેતા બે ટાઇલ્સના વેપારીની વાંકાનેર નજીકથી ૧૦.૭૬ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ધરપકડ: ૧૨.૫૭ લાખનો મુદામાલ કબ્જે


SHARE







વાંકાનેર નજીકથી ૧૦.૭૬ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે મોરબીના રવાપર ગામે રહેતા બે ટાઇલ્સના વેપારી પકડાયા: ૧૨.૫૭ લાખનો મુદામાલ કબ્જે

વાંકાનેર તાલુકાની મેસરીયા ચેક પોસ્ટ પાસેથી ઇનોવા કાર પસાર થઈ રહી હતી ત્યારે તેને રોકીને ચેક કરી હતી જેમાથી મેફેડ્રોન ડ્રગ્સ ૧૦.૭૬ ગ્રામ વજન જેની કિંમત ૧,૦૭,૬૦૦ તેમજ અન્ય મુદામાલ મળીને ૧૨,૫૭,૬૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે મોરબીના બે શખ્સની ધરપકડ કરીને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને નાર્કોટીક્સનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી જિલ્લાના એસઓજીના પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહયો છે ત્યારે એસ.ઓ.જી.ની ટીમ વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે વાંકાનેર બાઉન્ડ્રીથી વાંકાનેર તરફ આવતા મેસરીયા ગામ પાસે ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે સફેદ કલરની ઇનોવા કાર નં જીજે ૩ એનબી ૪૭૦૮ ત્યાંથી નીકળી હતી જેને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે ગાડીમાં તરૂણભાઇ ધનજીભાઇ ફુલતરીયા જાતે પટેલ (૩૫) ધંધો ટ્રાઇલ્સનો વેપાર રહે. ચીત્રકુટ સોસાયટી શેરી નં-૩, ઉમીયા પાન, રવાપર મોરબી અને વિપુલભાઇ ધનજીભાઇ ફુલતરીયા જાતે પટેલ (૩૯) ધંધો ટ્રાઇલ્સનો વેપાર રહે. ચીત્રકુટ સોસાયટી શેરી નં-૩, ઉમીયા પાન, રવાપર મોરબી વાળા હોવાનુ સામે આવ્યું હતું અને આ બન્નેના કબજા ભોગવટા વાળી ઇનોવા કારમાંથી નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોન ૧૦.૭૬ ગ્રામ વજન જેની કિંમત ૧,૦૭,૬૦૦ તેમજ પાંચ મોબાઇલ ફોન જેની કિંમત ૧ લાખ, રોકડા રૂપીયા ૫૦,૦૦૦ અને ૧૦ લાખ રૂપિયાની કિંમતની ઇનોવા કાર આમ કુલ મળીને ૧૨,૫૭,૬૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો જેથી કરીને એન.ડી.પી.એસ. એક્ટની કલમ- ૮(સી), ૨૧(બી), ૨૯ મુજબની કાર્યવાહી કરી હતી અને આ ઇસમોની ધોરણસર અટક કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે આ કામગીરી પીઆઇ એમ.પી. પંડયાની સૂચના મુજબ એસ.ઓ.જી. ના પીએસઆઈ એમ.એસ.અંસારી તથા કે.આર.કેસરીયા તેમજ રસીકભાઈ કડીવાર, કિશોરદાન ગઢવી, જુવાનસિંહ રાણા, મુકેશભાઇ જોગરાજીયા, શેખાભાઇ મોરી, ભાવેશભાઇ મિયાત્રા, આશીફભાઇ ચાણકીયા, માણસુરભાઇ ડાંગર, કમલેશભાઇ ખાંભલીયા, સામંતભાઈ છુછીયા, અંકુરભાઇ તથા અશ્વિનભાઇ લાવડીયાએ કરી હતી.






Latest News