મોરબીના નોટરીએ લોકસભાના પરિણામ પહેલા શનિવારે કહેલ આંકડા મુજબ જ ભાજપને બેઠકો મળી !
SHARE









મોરબીના નોટરીએ લોકસભાના પરિણામ પહેલા શનિવારે કહેલ આંકડા મુજબ જ ભાજપને બેઠકો મળી !
લોકસભા ચુંટણીના પરિણામ જાહેર થઇ ચુક્યા છે અને તમામ એક્ઝીટ પોલ ખોટા સાબિત થયા છે અને કોઈએ ધાર્યું ન હતું તેવું પરિણામ આવેલ છે જો કે, મોરબીમાં રહેતા નોટરી સંજયસિંહ ઝાલાએ ગત શનિવારે કહ્યું હતું કે, ભાજપને ૨૧૦ થી ૨૪૫ બેઠકો મળશે તે તેમનું અનુમાન સાચું સાબિત થયું છે.
મોરબીના પીપળી ગામે રહેતા પીઢ કોંગ્રેસી અને નોટરી સંજયસિંહ ઝાલાને ગત શનિવારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને વ્હોટસ એપથી મેસેજ કરીને કહ્યું હતું કે, ભાજપને ૨૧૦ થી ૨૪૫ બેઠકો મળશે અને નીતીશકુમર તેમજ ચંદ્રબાબુ નાયડુ કિંગ મેકર બનશે જે વાત જાહેર કરવામાં આવેલ પરિણામમાં સાચી સાબિત થઇ છે તેમજ તેઓએ ઓડીશા અને આંધ્રપ્રદેશ વિધાનસભા ચુંટણી અંગે કરેલી ભવિષ્યવાણી પણ સાચી સાબિત થયેલ છે આમ સંજયસિંહે બંને ચૂંટણીનાં પરિણામમાં ભાજપ માટે જેટલી બેઠકો ધારી હતી તેટલી જ બેઠકો ભાજપને આવેલ છે અને તમામ એક્ઝીટ પોલ ખોટા સાબિત થયા છે.
