એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી મોરબીના મોડપર ગામેથી બોલેરો લઈને મજૂર લેવા હળવદ ગયેલ યુવાન ગુમ મોરબીના બગથળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડેન્ગ્યુ અટકાયતી કામગીરી હાથ ધરાઈ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુનામાં વધુ ત્રણ આરોપી પકડાયા મોરબીમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં નગર દરવાજા ચોકમાં તાજીયાનું વિસર્જન કરાયું પ્રાથમિક સુવિધા નહી મળે તો મોરબીની ચિત્રકૂટ સોસાયટીમાં વિસાવદર વાળી થશે: સ્થાનિક લોકોની ચીમકી
Breaking news
Morbi Today

મોરબી અને દેવભૂમિ દ્વારકાના લૂંટના ગુનામાં ૨૬ વર્ષથી નાસતો ફરતો આરોપી જામનગરમાંથી પકડાયો


SHARE

















મોરબી અને દેવભૂમિ દ્વારકાના લૂંટના ગુનામાં ૨૬ વર્ષથી નાસતો ફરતો આરોપી જામનગરમાંથી પકડાયો

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશનના લુંટ અને ધાડના ગુન્હામાં છેલ્લા ૨૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને જામનગર ખાતેથી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી લીધેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઈ વી.એન.પરમાર ના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફના માણસો કામ કરી રહ્યા છે ત્યારે ચંદ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા અને બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને વર્ષ ૧૯૯૯ નોંધાયેલ લૂંટના ગુન્હામાં નાસતો ફરતો આરોપી કલસીંગ ઉર્ફે કાળુ ફકરૂ રહે. માંડલી બડી તા.જી. જાંબુઆ (એમ.પી)વાળો હાલે જામનગર જિલ્લાના કનસુમરા ગામની સીમ રેલ્વે ફાટક પાસે આવેલ ગોકુલધામ સોસાયટી સામે ઝુંપડામાં રહે છે જે હકીકત આધારે સ્ટાફના માણસોએ ચેક કરતાં ત્યાંથી લૂંટના ગુન્હામાં નાસતો ફરતો આરોપી કલસીંગ ઉર્ફે કાળુ ઉર્ફે કાળીયા ફકરૂભાઇ વાખલા જાતે અનુજનજાતી (૬૫) રહે. માલ ફળીયા માંડલી બડી તા.જી.જાંબુઆ (એમ.પી)વાળો મળી આવ્યો હતો જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન લાવીને તેની સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ ગુનાના કામે અટક કરી હતી અને આરોપીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે. તેમજ આ આરોપી દેવભુમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લૂંટ અને ધાડના ગુનામાં નાસતો ફરતો હોય પકડવા ઉપર બાકી હતો જેથી આ અંગેની ભાણવડ પોલીસ સ્ટેશનને જાણ કરેલ છે.આમ જુદાજુદા ગુન્હામાં છેલ્લા ૨૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળેલ છે.




Latest News