મોરબીની ગૌતમ સોસાયટીમાં આવેલ વિન્ટેજવિલા એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી એક્ટિવાની ચોરી
મોરબીમાં કેનાલમાંથી મહિલાની મળેલ લાશ મામલે હત્યાનો ગુનો નોંધાયો
SHARE









મોરબીમાં કેનાલમાંથી મહિલાની મળેલ લાશ મામલે હત્યાનો ગુનો નોંધાયો
મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ ક્લાસિક પાર્ટી પ્લોટની સામે મચ્છુની કેનાલમાં નાલા નીચેથી કોહવાઈ ગયેલી હાલતમાં મહિલાની લાશ મળી હતી જેને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ ગયા હતા અને તેમાં મૃતક મહિલાને ગળાટુપો આપવાથી તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે જેથી કરીને અજાણી મહિલાની કોઈ અજાણ્યા વ્યક્તિએ હત્યા કરી હોવાની ફરિયાદ હાલમાં તપાસની અધિકારી દ્વારા મોરબી એ ડિવિઝન ખાતે નોંધાવવામાં આવી છે અને તેના આધારે આરોપીને પકડવા તથા મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે થઈને પોલીસ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપરથી લીલાપર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવતા ક્લાસિક પાર્ટી પ્લોટની સામેના ભાગમાંથી પસાર થતી મચ્છુની કેનાલમાં નાલાની નીચેના ભાગમાંથી ગત સોમવારે મોડી સાંજે મહિલાની કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી આવી હતી જેથી કરીને આ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસને જે તે સમયે જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે આવી હતી અને મૃતક મહિલાના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે થઈને તેના ડેડબોડીને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પીએમ માટે મોકલવામાં આવી હતી અને ત્યાં ફોરેન્સિક પીએમ દરમિયાન મૃતક મહિલાને ગળાટુપો આપવાથી તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવેલ છે જેથી કરીને આ અંગેની તપાસ કરી રહેલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.આર. જાડેજા દ્વારા અજાણ્યા વ્યક્તિની સામે મહિલાને ગળાટુપો આપીને હત્યા કરવાની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે થઈને તેમજ તેની હત્યા કરનારા આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે
બાઇક સ્લીપ
મોરબી તાલુકાના બરવાળા ગામે રહેતા ભાવેશભાઈ મગનભાઈ સુરાણી (૪૧) નામનો યુવાન બરવાળા ગામમાંથી ખેતર તરફ જવાના રસ્તા ઉપર બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માત થયો હતો અને તે યુવાનને ઈજા થતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે
અકસ્માતમાં ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર શાપર જવાના રસ્તા ઉપર આવતા પેટ્રોલ પંપ પાસે બાઈકમાં બેઠેલ રતિલાલ માવજી (૪૩) રહે મોરબી અને વિનોદ દિનેશભાઈ સિંગર (૧૫) રહે. મોરબી વાળા રસ્તા ઉપર નીચે પટકાતા તે બંનેને ઇજાઓ થઈ હતી જેથી કરીને બંને વ્યક્તિઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિજયભાઈ ડાંગર દ્વારા કરવામાં આવેલ છે
