સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની ગૌતમ સોસાયટીમાં આવેલ વિન્ટેજવિલા એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી એક્ટિવાની ચોરી


SHARE

















મોરબીની ગૌતમ સોસાયટીમાં આવેલ વિન્ટેજવિલા એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી એક્ટિવાની ચોરી

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગૌતમ સોસાયટીના એપાર્ટમેન્ટમાં વૃદ્ધે પોતાનું એક્ટિવા પાર્ક કરીને મૂક્યું હતું જે એક્ટિવાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા પાર્કિંગમાંથી ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૨૫,૦૦૦ રૂપિયાની કિંમતના એકટીવાની ચોરી થઈ હોવા અંગેની હાલમાં ભોગ બનેલા વૃદ્ધે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ગૌતમ સોસાયટીમાં વિન્ટેજવિલા એપાર્ટમેન્ટ બ્લોક નં-૪૦૧ માં રહેતા હરીલાલભાઈ રૂગનાથભાઈ રાજપરા જાતે પટેલ (૫૭)એ ચોરીની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, વિન્ટેજ વીલા એપાર્ટમેન્ટના પાર્કિંગમાં તેણે પોતાનું એકટીવા નંબર જીજે ૩૬ એચ ૬૭૭૭ પાર્ક કરીને મૂક્યું હતું જે એકટીવાની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવે છે જેથી કરીને ૨૫,૦૦૦ રૂપિયાની કિંમતના વાહનની ચોરી થઈ હોવાની હાલમાં ભોગ બનેલા વૃદ્ધે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

 મારા મારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા રસુલભાઈ દાઉદભાઈ દાવલિયા જાતે પીંજારા (૩૩) નામના યુવાનને ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે

યુવાનને માર માર્યો

મોરબી નજીકના નવા જાંબુડીયા ગામે રહેતા કિશન તળશીભાઇ કેરવાડીયા (૨૭) નામના યુવાનને ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે તેના પત્ની પાયલબેન મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને વધુ તપાસ મહેશભાઈ પટેલ ચલાવી રહ્યા છે




Latest News