મોરબીના અગ્રણી સોની વેપારીના પુત્રનું એમપીના ખંડવા નજીક માર્ગ અકસ્માતમાં નિધન
SHARE









મોરબીના અગ્રણી સોની વેપારીના પુત્રનું એમપીના ખંડવા નજીક માર્ગ અકસ્માતમાં નિધન
મોરબીના અગ્રણી સોની વેપારીનો દીકરો ધંધાના કામે એમપીમાં ગયો હતો દરમિયાન મંગળવારના રોજ એમપીના ખંડવામાં કાર અકસ્માત થયો હતો જેમાં સોની યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને આ બનાવમાં અન્ય બે યુવાનોને ઇજા થયેલ છે જેથી તેને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નહેરૂગેઈટ ચોક ખાતે શ્રીજી જ્વેલર્સ નામની દુકાન ધરાવનાર અગ્રણી સોની વેપારી મહેન્દ્રભાઈ રાણપરાનો નાનો દીકરો રવિનભાઈ મહેન્દ્રભાઈ રાણપરા તેના બે કૌટંબીક સગાઓની સાથે ધંધાના કામકાજે એમપી ગયો હતો.ત્યારે બરહાનપુરથી ખંડવા તરફ તેઓ કારમાં જઈ રહ્યા હતા.ત્યારે ખંડવા જિલ્લાના રૂસ્તમપુર ગામ પાસે કાર ડિવાઈડર સાથે અથડાઇ હતી જેથી કરીને અકસ્માત થયો હતો અને તેમાં રવિનભાઈ મહેન્દ્રભાઈ રાણપરાને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જો કે, કેવલ નરેન્દ્રભાઈ અને મૌલિક અશોકભાઈ નામના બે વેપારી યુવકોને ઈજા થવાથી તેને ખંડવા જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને મૃતક રવિનભાઈ રાણપરાના મૃતદેહને મોરબી લઈ આવ્યા હતા ત્યારે પરિવારજનો ઉપર આભ ફાટી પડ્યું હતું અને રાણપરા પરિવાર તેમજ સોની સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.વધુમાં મળતી માહિતી મુજબ મૃતક રવિનભાઈ રાણપરાને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે તેને આ અકસ્માતના બનાવના લીધે પિતાની છત્રછાયા ગુમાવી છે.
શેરીમાં કચરો વાળવા બાબતે મારામારીમાં ચારને ઇજા
