મોરબીના અગ્રણી સોની વેપારીના પુત્રનું એમપીના ખંડવા નજીક માર્ગ અકસ્માતમાં નિધન
મોરબી નજીક કારખાનામાં ભાઈને જમવા બોલાવવા ગયેલ બહેનના વાળા મશીનમાં આવી જવાથી ઇજા થતાં મોત
SHARE
મોરબી નજીક કારખાનામાં ભાઈને જમવા બોલાવવા ગયેલ બહેનના વાળા મશીનમાં આવી જવાથી ઇજા થતાં મોત
મોરબીના પીપળી ગામની સીમ વિસ્તારમાં આવેલ કોલસાના કારખાનામાં સગીર વયની સગીરા તેના ભાઈને કારખાનામાં જમવા માટે બોલાવવા ગઈ હતી ત્યારે મશીનમાં તેના વાળા આવી ગયા હતા જેથી તે યુવતીને ઇજા થવાથી તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. ત્યાં સારવાર દરમાયન તેનું મોત નીપજયું છે જે બનાવની મૃતકના ભાઈએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પીપળી ગામની સીમમાં લોર્ડ્સ હોટલના પાછળના ભાગે આવેલ શિવાય કોલ કોર્પોરેશન નામના યુનિટમાં તા.૯ ના રોજ અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં યુનિટમાં આવેલ મશીનના કન્વેનર રંગીતાબેન કિલારિયાભાઇ જમરે જાતે આદિવાસી (૧૫) મૂળ એમપી વાળી શિવાય કોલ કોર્પોરેશનના તેના ભાઈને જમવા માટે બોલાવવા ગયેલ હતી ત્યારે તેના વાળા મશીનના બેલ્ટમાં આવી ગયા હતા જેથી કરીને તેને ઇજાઓ પહોંચતા શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલએ સારવાર માટે લઈને આવ્યા હતા ને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી આગળની તપાસ તે બીટ વિસ્તારના મનીષભાઈ બારૈયા દ્વારા કરવામાં આવી હતી આ બનાવમાં ઇજા પામેલ સગીરાનું સારવાર દરમ્યાન મોત નીપજયું છે જેથી આ બનાવની મૃતક સગીરાના ભાઈ રવિ કિલારિયાભાઇ જમરે જાતે આદિવાસીએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે