મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

વાંકાનેરની શિવપાર્ક સોસાયટીના લોકોને 10 દિ’થી પાણી ન મળતા દેકારો : તાલુકા પંચાયત કચેરીમાં માટલા ફોડયા


SHARE







વાંકાનેરની શિવપાર્ક સોસાયટીના લોકોને 10 દિ’થી પાણી ન મળતા દેકારો : તાલુકા પંચાયત કચેરીમાં માટલા ફોડયા

પગલા નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચિમકી : ભાજપ હાય હાયના સુત્રોચ્ચાર

ભરઉનાળે વાંકાનેર તાલુકાના અનેક ગામડાઓમાં પીવાના પાણીની વિકટ સમસ્યા પેદા થઇ છે ત્યારે વાંકાનેરની  શિવ પાર્ક સોસાયટીના નાગરિકો છેલ્લા દસ દિવસથી પાણી વહોણા બન્યા હોય ત્યારે સોસાયટીના રહીશો સવારથી પાણીની માંગ સાથે ભટકી રહ્યા હતા.

જેમાં પ્રથમ નાગરિકો ધારાસભ્ય જીતુભાઇ સોમાણી પાસે રજુઆત કરવા પહોંચ્યા હોય, જયાં યોગ્ય કરવા આશ્ર્વાસન આપ્યા બાદમાં તાલુકા પંચાયત કચેરી ખાતે ટીડીઓને રજુઆત કરવા પહોંચેલ મહિલાઓએ માટલા ફોડી, થાળી વગાડી પાણીની માંગ કરી હતી. આ સાથે જ મહિલાઓએ ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા અને ઉગ્ર દેખાવો કરી જયાં સુધી સોસાયટીમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવશે નહીં ત્યાં સુધી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. 

આ સાથે જ મહિલાઓએ પાણીની પારાયણ બાબતે પોતાની વ્યથા ઠાલવવા જણાવ્યું હતું કે ચૂંટણી સમયે અમારી પાસે મત લેવા દોડતા નેતાઓ ખાલી મોટા મોટા વચનો આપેલ, જયારે આજે અમારી સમસ્યા દુર કરવા ફુટબોલ જેમ જવાબદારીની ફેંકાફેંકી કરી રહ્યા છે. 

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હર ઘર નલ સે જલની વાતો કરે છે. ત્યારે અમારી 400 પરિવારો ધરાવતી સોસાયટીમાં છેલ્લા પાંચ વર્ષથી એક પણ ઘરે નળમાં પાણી આવેલ નથી છતાં ભાજપ ઉપર વિશ્ર્વાસ મુકયો હતો અને અમોએ મતો આપી ભાજપને સતા પર બેસાડયા હતા.

આજે તેજ ભાજપના નેતાઓ અમારી વેદના સાંભળવાની તસ્દી લેવા તૈયાર નથી. અરે ઘરે ઘરે નહિ પરંતુ શેરીમાં જાહેર નળ સ્ટેન્ડ ખાતે પણ છેલ્લા દસ દિવસથી પાણી વિતરણ  કરવામાં આવ્યું નથી. હાલના કાળઝાળ ગરમી અને આકરા તાપમાં પાણી ભરવા કયાં જવું તેવા વેધક સવાલો મહિલાઓએ કર્યા હતા.






Latest News