મોરબીના શોભેશ્વર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારાની લજાઇ ચોકડી પાસે કારખાનાઓમાથી ૨૯,૫૦૦ ના મુદામાલની ચોરી


SHARE





























ટંકારાની લજાઇ ચોકડી પાસે કારખાનાઓમાથી ૨૯,૫૦૦ ના મુદામાલની ચોરી

ટંકારા તાલુકાના લજાઇ ચોકડીથી હડમતીયા રોડ ઉપર આવેલા જુદા જુદા કારખાનાઓમાં તસ્કરોએ થોડા દિવસો પહેલા ધામા નાખ્યા હતા અને રોકડ રકમ સહિતની ચીજ વસ્તુઓની ચોરી કરી હતી. જે બનાવ અંગે હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે અને જુદા-જુદા કારખાનામાંથી રોકડા રૂપિયા અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર તેમજ બે રાઉટર મળીને ૨૯૫૦૦ ના મુદ્દામાલની ચોરી થઇ હોવાની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે જેથી પોલીસે હાલમાં ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં સુપર ટોકીઝની પાસે આવેલ કુંભાર શેરીમાં રહેતા મહેશભાઈ મનુભાઈ નગવાડીયા જાતે પ્રજાપતિ (ઉમર ૩૨) એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓનું લજાઈ ચોકડીથી હડમતીયા રોડ ઉપર જવાના રસ્તા ઉપર મોરબી એન્જિનિયરિંગ વર્કસ નામનું કારખાનું આવે છે જેના તા ૧૫/૧૦ ના રોજ રાત્રિના બે થી ત્રણ વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા તાળાં તોડીને કારખાનામાં પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ઓફિસના તાળા તોડીને તેના કારખાનામાથી તેમજ અન્ય કારખાનાઓમાં પણ બારી તોડીને તસ્કરો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને જુદા જુદા કારખાનામાંથી કુલ મળીને ૨૫૫૦૦ રૂપિયાની રોકડ તેમજ સીસીટીવી કેમેરાનું ડિવિયાર અને બે રાઉટરની ચોરી કરેલ છે આમ કુલ મળીને તસ્કરો દ્વારા ૨૯૫૦૦ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ હોય હાલમાં ટંકારા તાલુકા પોલીસ દ્વારા કારખાનેદારની ફરિયાદ લઈને અજાણ્યા પાંચ શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસે તસ્કરોને પકડવા માટે તેને જુદી જુદી દિશામાં તપાસના ઘોડા દોડાવ્યા છ
















Latest News