ટંકારાની લજાઇ ચોકડી પાસે કારખાનાઓમાથી ૨૯,૫૦૦ ના મુદામાલની ચોરી
હળવદના દેવળીયા પાસે કાર આડે ગાય ઉતરતા અકસ્માત: બે યુવતીને ઇજા
SHARE









હળવદના દેવળીયા પાસે કાર આડે ગાય ઉતરતા અકસ્માત: બે યુવતીને ઇજા
હળવદ માળીયા હાઈવે ઉપર દેવળીયા ગામની ચોકડી પાસેથી ઇકો કાર પસાર થતી હતી ત્યારે અચાનક રસ્તા ઉપર ગાય આડી ઉતરતા કાર ચાલકે પોતાના સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલટી મારી ગઇ હતી જેથી કરીને કારમાં બેઠેલ બે યુવતીઓને ઇજાઓ થવાના કારણે તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી અને હાલમાં ભોગ બનેલી યુવતીએ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે ધાંગધ્રા તાલુકાના દુદાપુર વિસ્તારની રહેવાની વૃત્તિબેન અશોકભાઈ કાવર (૨૧) નામની યુવતીએ હાલમાં ઇકો સ્પોર્ટ કાર નંબર જીજે ૧૨ સીજી ૪૨૧૧ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ કારમાં બેસીને હળવદ માળીયા હાઈવે ઉપરથી પસાર થતા હતા ત્યારે દેવળીયા ગામની ચોકડી પાસે નારાયણ પેટ્રોલ પંપ નજીક અચાનક રોડ ઉપર ગાય આડી ઉતરતા કાર ચાલકે પોતાના સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલટી મારી ગઇ હતી જેથી ફરિયાદીને ડાબા હાથની કોણીમાં ફ્રેકચર અને સાહેદ જીનલબેનને ડાબા હાથે કાંડા અને ડાબા પગના અંગુઠામાં ઈજા થઈ હોવાથી તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા હાલમાં ભોગ બનેલા વૃત્તિબેને ફરિયાદ નોંધાવતા પોલીસે કારચાલકની સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
દેશી દારૂ
હળવદ તાલુકાના સાપકડા ગામની સીમમાં પ્રદ્યુમનસિંહ દરબારની વાડીની બાજુમાં ભરતભાઈ જેરામભાઈ કોળીની વાડી આવેલ છે અને તેની વાડીએ દેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે હળવદ તાલુકા પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ઠંડો આથો ૩૫૦ લીટર મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૭૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે, આરોપી ભરતભાઈ જેરામભાઈ કોળી રહે, કોંઢ વાળો ત્યાં હાજર ન હોવાથી તેને પકડવા માટે થઈને પોલીસે તજવીજ શરૂ કરેલ છે
