મોરબી જિલ્લામાં ગ્રામ-સાગર રક્ષક દળમાં ૪૪૬ માનદ સભ્યોની કરાશે ભરતી
મોરબીમાં ગૌચરના દબાણો દુર કરીને બેદરકાર અધિકારી સામે પગલાં લેવા રમેશભાઈ રબારીએ મહેસુલ મંત્રીને કરી રજૂઆત
SHARE









મોરબીમાં ગૌચરના દબાણો દુર કરીને બેદરકાર અધિકારી સામે પગલાં લેવા રમેશભાઈ રબારીએ મહેસુલ મંત્રીને કરી રજૂઆત
મોરબી જિલ્લામાં આવેલ ગૌચરની જગ્યા પર થયેલ દબાણ દૂર કરવા તથા દબાણકર્તા અને તેને સમર્થન કરનાર સ્થાનિક અધિકારી સામે લેન્ડગ્રેબિંટ એકટ હેઠળ ધોરણસર પગલા લેવા રમેશભાઈ રબારીએ મહેસુલ મંત્રીને રજૂઆત કરી છે
મોરબી જિલ્લામાં મોટા પ્રમાણમાં ગૌચરની રીઝર્વ રાખેલ જગ્યા પર અનધિકૃત દબાણો થયા છે જેના કારણે માલધારી સમાજ ભારે પરેશાન છે. અને પશુઓ માટે ચરિયાણની વ્યવસ્થા નથી ત્યારે આવા ગૌચરો ઉપર સંબંધકર્તા લોકોએ ભારે મોટા પ્રમાણમાં દબાણો કરેલ છે આ બાબત સ્થાનિક જવાબદાર તંત્રની જાણમાં હોવા છતાં આ દબાણો દૂર થતા નથી અથવા તો ઈરાદાપૂર્વક દબાણઓ હટાવવામાં આવતા નથી. જેથી રાજયના મહેસુલ મંત્રીને મોરબીના માલધારી સમાજના આગેવાન રમેશભાઈ રબારીએ લેખીત રજૂઆત કરીને ગૌચરના દબાણો દુર કરાવવા માટે વધુ એક વખત રજૂઆત કરેલ છે.
વધુમાં તેમણે એવિ પણ રજૂઆત કરેલ છે કે, ગૌચરોની જમીનના દબાણો દુર કરી દબાણકર્તાઓ સામે લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ પગલા લઈ તેમજ આ દબાણો હોવાનું તેમજ અમુક કિસ્સામાં તો લેખીત ફરીયાદો હોવા છતા દબાણને નજર અંદાજ કરનાર સંલગ્ન અધિકારીઓ સામે પણ લેન્ડ ગ્રેબિંટ એકટ હેઠળ કડક પગલા લેવામાં આવે તેવી રમેશભાઇ રબારીએ માંગ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, વખતો વખત અનેક રજુઆતો કરવા છતા પણ પગલા લેવાયેલ નથી તેમજ સ્થાનીક કલેકટરને પણ આ મુદદે અનેક રજૂઆતો કરવા છતા પગલા લેવાતા નથી તેમ રમેશભાઇએ આક્રોશપુર્વક અખબારી યાદીમાં જણાવેલ છે.
