મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાં માનસિક બીમારીથી કંટાળીને આધેડ મહિલાએ...


SHARE













મોરબીમાં માનસિક બીમારીથી કંટાળીને આધેડ મહિલાએ...

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રાધા પાર્ક સોસાયટીમાં રહેતા મહિલાને માનસિક બીમારી હોય તેની દવા ચાલુ હતી અને માનસિક બીમારીથી કંટાળીને પોતે પોતાની જાતે ઘરની અંદર પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતકના દીકરાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રાધા પાર્ક સોસાયટીમાં રહેતા ગીતાબેન જયસુખભાઈ ઘોરેચા જાતે સુથાર (૫૫) નામના મહિલાએ પોતે પોતાના ઘરની અંદર પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના દીકરા પરેશભાઈ જયસુખભાઈ ઘોરેચા જાતે સુથાર (૩૮) રહે. રાધા પાર્ક સોસાયટી વાવડી રોડ મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાને છેલ્લા ચારેક વર્ષથી માનસિક બીમારી હતી અને તેની દવા ચાલુ હતી જે માનસિક બીમારીથી કંટાળીને તેણે પોતે પોતાની જાતે આપઘાત કર્યો છે તેવું તેના પરિવારજનોએ જણાવ્યુ છે તેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાળકી સારવારમાં

મોરબીમાં કુબેર ટોકીઝ પાછળના ભાગમાં આવેલ મફતીયાપરા વિસ્તારમાં મૂળ કડીના કોરડા ગામના રહેવાસી દિવાનભાઈ ઠાકોરની સાત વર્ષની દીકરી દેવાંશીબેન રિક્ષામાંથી નીચે પડી જતા તેને જમણા પગમાં ઈજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે.






Latest News