મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબીની શિવમ સોસાયટીમાં છોકરાના ઝઘડામાં મોટા વચ્ચે બઘડાટી: યુવાનને દંપતીએ માર માર્યો


SHARE











મોરબીની શિવમ સોસાયટીમાં છોકરાના ઝઘડામાં મોટા વચ્ચે બઘડાટી: યુવાનને દંપતીએ માર માર્યો

મોરબીના વાવડી રોડ પર આવેલ શિવમ સોસાયટીમાં છોકરાઓ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારબાદ યુવાનને દંપતીએ પથ્થરનો છૂટો ગામ માથામાં મારીને તેમજ ઢિકાપાટુનો માર મારીને ઇજા કરી હતી જેથી યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ યુવાને હાલમાં દંપતિ સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્ર ગતિમાન કર્યા છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર સ્વાતી પાર્કની બાજુમાં આવેલ શિવમ સોસાયટીમાં રહેતા મયુરસિંહ જોરુભા જાડેજા જાતે દરબાર (33)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રવિભાઈ મોહનભાઈ ગોહેલ અને તેના પત્ની રહે. બંને શિવમ સોસાયટી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેનો દીકરો તેમજ આરોપીનો દીકરો સાથે રમતા હતા ત્યારે ઝઘડો થયો હતો જેથી કરીને આવેશમાં આવી જઈને આરોપી રવિભાઈએ બાજુમાં પડેલ પથ્થરનો છૂટો ઘા ફરિયાદી યુવાનને માથામાં મારી તાળવાની જમણી બાજુએ ઇજા કરી હતી અને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ રવિભાઈના પત્નીએ પણ ત્યાં આવ્યા હતા અને બોલાચાલી કરી ગાળો આપીને ઢીકાપાટુનો તેને પણ ફરિયાદીને માર માર્યો હતો જેથી ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે દંપતિ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

યુવાન સારવારમાં

હળવદના શક્તિનગરમાં રહેતા ચંદ્રસિંગ સંજયસિંગ (19) નામના યુવાનને કોઈ જીવજંતુ કરડી જતા તેને બેભાન હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવામાં આવી છે

ઝેરી દવા પીધી

થાન તાલુકાના મંડાસર ગામે રહેતા રણજીત રૂડાભાઈ સાપરા (25) નામના યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી જો કે, બનાવ થાન તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવામાં આવી છે




Latest News