મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના બોકડથંભાથી લુણસરિયા વચ્ચે માલગાડી હેઠળ કપાઈ જવાથી અજાણ્યા યુવાનનું મોત


SHARE











વાંકાનેરના બોકડથંભાથી લુણસરિયા વચ્ચે માલગાડી હેઠળ કપાઈ જવાથી અજાણ્યા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના બોકડથંભાથી લુણસરિયા વચ્ચેથી પસાર થતી માલગાડી હેઠળ કપાઈ જવાથી અજાણ્યા 25 થી 30 વર્ષના યુવાનનું મોત નીપજયું છે જેથી કરીને આ બનાવ અંગેની રેલવેના કર્મચારીએ વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર નજીક આવેલ બોકડથંભા અને લુણસરિયા ગામ વચ્ચે રેલવે લાઈન ઉપરથી કોઈ માલગાડી પસાર થઈ રહી હતી ત્યારે બપોરના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યો 25 થી 30 વર્ષનો યુવાન માલગાડી હેઠળ કપાઈ જતા તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવ અંગેની રેલવે સ્ટેશનના કર્મચારી વિશાલભાઈ વિનોદભાઈ શેખ રહે. લુણસરિયા રેલવે સ્ટેશન વાળાએ વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના નારણભાઈ સુખાભાઈ લાવડીયા ચલાવી રહ્યા છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે હાલમાં પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે

માર માર્યો

ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા પ્રકાશ દેવજીભાઈ મકવાણા (35) નામના યુવાનને ગામના સ્મશાન પાસે ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલ હાલતમાં યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવેલ છે

યુવાન સારવારમાં

ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે રહેતા આનંદ મૂળજીભાઈ પરમાર (32) નામના યુવાનને તે તેના ઘરે હતો ત્યારે કોઈ ઝેરી જીવજંતુ કરડી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી જોકે, બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે




Latest News