મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

નર્મદાની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાં છ દિવસથી છોડેલ પાણી મોરબીના ૨૧ ગામ સુધી ન પહોચતા ખેડૂતોનો પાક નિષ્ફળ !


SHARE













ર્મદાની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાં છ દિવસથી છોડેલ પાણી મોરબીના ૨૧ ગામ સુધી ન પહોચતા ખેડૂતોનો પાક નિષ્ફળ !

મોરબી જીલ્લામાં આવતી નર્મદાની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાંથી ખેડૂતોને પાણી મળે તેના માટે સરકાર દ્વારા હાલમાં કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે જો કે, છેલ્લા છ દિવસથી કેનાલમાં પાણી છોડવામાં આવેલ છે તો પણ છેવાડાના ગામના ખેડૂતોને હજુ સુધી કેનાલમાંથી સિંચાઇ માટેનું પાણી મળી રહ્યું નથી જેથી કરીને નર્મદાની કેનાલના આધારે ઉનાળુ પાકનું વાવેતર કરનાર ખેડુતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે

ખેડૂતોને સીંચાઈનું પાણી મળે તો જ તે પાક લઈ શકે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી જેથી કરીને મોરબી જીલ્લામાં આવતી નર્મદાની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાં પાણી છોડવા માટે મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ રજૂઆત કરી હતી જેથી કરી કરીને હાલમાં સરકારે કેનાલમાં પાણી છોડ્યું છે જો કે, છ દિવસથી પાણી કેનાલમાં છોડવામાં આવેલ છે તો પણ કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવેલ મોરબી તાલુકાનાં ૨૧ જેટલા ગામોને આજની તારીખે કેનાલમાંથી સિચાઈ માટેનું પાણી મળતું નથી જેથી ખેડૂતોની ચિંતા વધી ગયેલ છે

ભરતનગર ગામના સરપંચ વિઠલભાઇ પંચોટિયા જણાવ્યુ હતું કે, આ કેનાલમાં અત્યાર સુધીમાં વધુમાં વધુ ૧૨૦૦ કયુસેક પાણી છોડવામાં આવ્યું છે જો કે, આ વખતે ૧૫૦૦ કયુસેક પાણી છોડવામાં આવ્યું છે તો પણ છેવાડા સુધી પાણી કેમ નથી આવતું તે સૌથી મોટો સવાલ છે અને આ કેનાલ આધારે ખેડૂતોએ ઉનાળુ પાક લેવા માટે આગોતરું વાવેતર તેઓના ખેતરમાં કરી દીધું છે જેમાં કપાસમગફળી સહિતના પાકનો સમાવેશ થાય છે અને પાકને બચાવવા માટે ખેડૂતો પાણીની કાગ ડોળે રાહ જોઈને બેઠલા છે કેમ કે, ચોમાસુ આવી ગયું છે તો પણ વરસાદ પડતો નથી અને કેનાલમાંથી સિંચાઇ માટેનું પાણી મળી રહ્યું નથી ત્યારે ખેડૂતોએ કરેલ વાવણી ફેઇલ જાય તે પહેલા કેનાલમાં પાણી આવશે કે કેમ તે પ્રશ્ન છે

ભરતનગરના ખેડૂતે જણાવ્યુ હતું કે, સરકાર દ્વારા ખેડૂતોને નર્મદાની કેનાલમાંથી પાણી આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી જેથી ખેડૂતો દ્વારા સરકારની જાહેરાત આધારે ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી હતો જો કે, હાલમાં કેનાલમાં પાણી આવતું નથી અને હાલમાં બ્રહ્મણી-2 ડેમ સુધી પાણી આવે છે જો કે, મોરબીના ભરતનગર ગામ સુધી કેનાલમાં પાણી કયારે પહોચશે તેનો જવાબ હાલમાં કોઇની પાસે નથી જેથી ખેડૂતોની વાવણી નિષ્ફળ જાય તે પહેલા વહેલામાં વહેલી તકે કેનાલમાંથી પાણી મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેજરૂરી છે નહીં તો ખેડૂતો પાયમાલ થઈ જશે

જયારે સાદુળકા ગામના ખેડૂતોએ જણાવ્યુ હતું કે, નર્મદાની ધાંગધ્રા કેનાલના આધારે જે ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવે છે તેઓની પાસે સિંચાઇ માટેની બીજી કોઈ વ્યવસ્થા નથી જેથી કરીને જો કેનાલમાં પાણી ન આવે તો ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી. વધુમાં ખેડૂતોએ કહ્યું હતું કે, જો નજીવો વરસાદ થાય પછી કેનાલમાંથી સિંચાઇ માટેનું પાણી ન મળે તો ખેડૂતોને કરોડો રુપિયાનું નુકશાન મોરબી તાલુકામાં થશે. ત્યારે ખેડૂતો અને તેના પાકને બચાવવા માટે સરકારી બાબુઓ શું કરી શકે છે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે

હાલમાં ઘણા ખેડૂતો દેણા કરીને સરકારીની જાહેરા આધારે ખેતરોમાં વાવણી કરી છે જો કે, તેઓને નર્મદાની કેનાલમાંથી સિંચાઇ માટેનું પાણી હાલમાં મળી રહ્યું નથી આવા સંજોગોમાં ખેડૂતોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ રહી છે અને ખેડૂતોની હેરાનગતિ વધી રહી છે ત્યારે નર્મદાની આ કેનાલમાં છેવાડા સુધી કોઈપણ સંજોગોમાં પાણી પહોચડવામાં આવે તેવી ખેડૂતોનો માંગ છે






Latest News