મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના લાભનગર નજીક બાવળની જાળીમાંથી દારૂની નાની-મોટી 82 બોટલ સાથે બે શખ્સની ધરપકડ


SHARE







મોરબીના લાભનગર નજીક બાવળની જાળીમાંથી દારૂની નાની-મોટી 82 બોટલ સાથે બે શખ્સની ધરપકડ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર લાભનગરની બાજુમાં આવેલ મંદિરની સામે બાવળની જાળીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી તેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દારૂની નાની મોટી કુલ મળીને 82 બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને બે શખ્સની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વેજીટેબલ રોડ ઉપર લાભનગરથી બાજુમાં મંદિરની સામેના ભાગમાં આવેલ બાવળની જાળીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની મોટી 45 બોટલ અને નાની 37 બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂની નાની મોટી કુલ મળીને 82 બોટલ જેની કુલ કિંમત 34,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી વિજયભાઈ ગોરધનભાઈ દેગામા જાતે કોળી (31) રહે. લાભનગરની બાજુમાં વાડી વિસ્તાર મોરબી તથા જયેશભાઈ જયંતીભાઈ માકાસણા જાતે પટેલ (24) રહે. શાળાની પાછળ ધરમપુર વાળાની ધરપકડ કરી હતી અને આ બંને શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ

મોરબીમાં વીસી ફાટક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 400 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને જીગ્નેશભાઈ રૈયાભાઇ ટોટા જાતે ભરવાડ (27) રહે. ન્યુ રેલ્વે કોલોની પાસે નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News