હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

ભારે વાહનોની પ્રવેશબંધી ઐસી તૈસી ?: વાંકાનેરમાં કપચી ભરેલું ડમ્પર રોડ ઉપર પલટી મારી ગયું !, તંત્રની ઘોરબેદરકારી


SHARE













ભારે વાહનોની પ્રવેશબંધી ઐસી તૈસી ?: વાંકાનેરમાં કપચી ભરેલું ડમ્પર રોડ ઉપર પલટી મારી ગયું !, તંત્રની ઘોરબેદરકારી

મોરબી જિલ્લાના વાંકાનેર શહેરની અંદર જીનપરા મેઇન રોડ ઉપરથી કપચી ભરેલું ડમ્પર પસાર થઈ રહ્યું હતું ત્યારે કોઈ કારણોસર તે ડમ્પર રસ્તા ઉપર પલટી મારી ગયું હતું સદનસીબે ત્યારે કોઈ વ્યક્તિ ત્યાં હાજર ન હોવાથી કોઈ જીવલેણ અકસ્માત સર્જાયો નથી જોકે એક સાયકલ અને બાઈક કપચી નીચે દબાઈ ગયા હોવાની માહિતી સ્થાનિક લોકો પાસેથી જાણવા મળી રહી છે અને શહેરમાં વાહનોની પ્રવેશબંધી હોવા છતાં પણ સવા આઠ વાગ્યાના અરસામાં ડમ્પર વાંકાનેર શહેરમાં કેવી રીતે આવ્યું તે સૌથી મોટો પ્રશ્ન છે.

મોરબી જિલ્લાના દરેક વિસ્તારની અંદર ડમ્પરો બેફામ ગતિએ દોડી રહ્યા છે અને અવારનવાર રસ્તા ઉપર રાહદારી વ્યક્તિ તથા વાહન ચાલકોને હડફેટે લઈને જીવલેણ અકસ્માત સર્જતા હોય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં શહેરી વિસ્તારની અંદર કોઈ અકસ્માત કે દુર્ઘટના ડમ્પર કે ભારે વાહનના કારણે ન સર્જાય તે માટે થઈને સવારના 9 થી રાતના 9 સુધી ભારે વાહનોની પ્રવેશબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે પરંતુ તેની અમલવારી ચુસ્તપણે કરાવવામાં આવતી નથી જેથી કરીને દિવસ દરમિયાન ભારે વાહનો શહેરી વિસ્તારમાં પ્રવેશતા હોય તેવું જોવા મળતી હોય છે તેવામાં વાંકાનેરમાં આજે રાત્રિના સવા આઠ વાગ્યાના અરસામાં ડમ્પર ચાલક કપચી ભરીને નીકળ્યો હતો અને તેનું ડમ્પર રસ્તા ઉપર પલટી મારી ગયું હતું

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના જીનપરા મેઇન રોડ ઉપર આવેલ ભમરીયા કુવા પાસેથી કપચી ભરેલું ડમ્પર પસાર થઈ રહ્યું હતું ત્યારે રસ્તા ઉપર કોઈ કારણસર તે ડમ્પર પલટી મારી ગયું હતું અને ડમ્પરમાં ભરેલ કપચી રસ્તા ઉપર ઢોળાઈ હતી ત્યારે ત્યાં પાર્ક કરીને મુકેલા બાઈક અને સાઈકલ તેની નીચે દબાઈ ગયા હતા જો કે, સદનસીબે કોઈ વ્યક્તિ તે ઘટના સ્થળે હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થયેલ નથી પરંતુ આ અકસ્માતના બનાવમાં ડમ્પરના ચાલકને ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી જોકે રાતના 9 વાગ્યા સુધી ભારે વાહનોની પ્રવેશબંધી હતી તેમ છતાં ડમ્પર સિટી વિસ્તારમાં કેવી રીતે આવ્યું તે તપાસનો વિષય છે






Latest News