મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ધુળકોટ ગામે અનુસૂચિત જાતિના સ્મશાન માટે આપેલ જમીન ઉપર દબાણ કરનારા સામે એટ્રોસિટીનો ગુનો નોંધાયો


SHARE











મોરબીના ધુળકોટ ગામે અનુસૂચિત જાતિના સ્મશાન માટે આપેલ જમીન ઉપર દબાણ કરનારા સામે એટ્રોસિટીનો ગુનો નોંધાયો

મોરબી તાલુકાના ધુળકોટ ગામે અનુસૂચિત જાતિના સ્મશાન માટે જમીન ફાળવેલી છે તેના ઉપર ખેતી કામ કરીને દબાણ કરવામાં આવ્યું છે અને જમીન ખાલી કરી નથી જેથી કરીને હાલમાં જમીન ઉપર દબાણ કરનારા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાયેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા વિનોદભાઈ મગનભાઈ પરમાર જાતે અનુ. જાતિ (37)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં દીપુભાઈ દામજીભાઈ ચાવડા જાતે કડિયા કુંભાર રહે. ધુળકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ધુળકોટ ગામે અનુસૂચિત જાતિના સ્મશાન માટે કાયદેસર રીતે ફાળવેલ જમીનની જાણ હોવા છતાં પણ આરોપીએ આ જમીનમાં ખેતી કામ કરીને અનુસૂચિત જાતિને સ્મશાન માટે આપવામાં આવેલ જમીન ઉપર દબાણ કર્યું છે અને તે જમીન ખાલી ન કરીને કબજો કરી નાખ્યો છે જેથી વિનોદભાઈ પરમારે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે એટ્રોસિટી એક્ટની કલમ 3 (1) (એફ) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બે બોટલ દારૂ

વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં ઢુવા માટે રોડ ઉપર અમરધામ પાસેથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો તેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે 680 ની કિંમતની દારૂની બે બોટલો કબજે કરીને આરોપી નાનજીભાઈ ઉર્ફે નાનુભાઈ મૈયાભાઇ ગમારા જાતે ભરવાડ (33) રહે. નવા ઢુવા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં તેણે આ દારૂની બોટલો મુકેશભાઈ મનસુખભાઈ દંતેશરિયા જાતે કોળી રહે. જામસર તાલુકો વાંકાનેર વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવતા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને શખ્સોની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને દારૂની બોટલો આપનારા શખ્સને પકડવાનો બાકી હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News