મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ ટંકારા તાલુકાના વિરપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટકનું આયોજન રક્તદાન મહાદાન: મોરબીમાં જીગ્નેશભાઈ વિરમગામાએ જન્મદિવસે કર્યું રક્તદાન મોરબી : માતાના મઢેથી પરત આવેલ રીક્ષાને અજાણ્યા ટ્રક ચાલકે રફાળેશ્વર પાસે હડફેટ લેતા ચાર લોકો સારવારમાં મોરબીમાં માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી યુવતીનું અભયમની ટીમે પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં દબાણ મુક્ત કરાયેલ સાવરની પાળ ખાતે 10 કરોડના ખર્ચે બ્યુટીફીકેશન-લેક ડેવલોપમેન્ટનું કામ કરાશે: ચેરમેન અલ્પબેન કંઝારીયા વાંકાનેરના ખાનપર ગામે પ્રેમ પ્રકરણમાં યુવાનના ઘર ઉપર યુવતીના પિતા સહિત 8 શખ્સોએ કર્યો હુમલો ​​​​​​​મોરબીમાં કલર કામ કરતાં સમયે વૃદ્ધ અને ગર્લ્સ હોસ્ટેલમાં બેડ ઉપરથી નીચે પડી જતાં વિદ્યાર્થિનીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નવા બસ સ્ટેશનના પાર્કિંગમાંથી બાઈકની ઉઠાંતરી


SHARE











મોરબીના નવા બસ સ્ટેશનના પાર્કિંગમાંથી બાઈકની ઉઠાંતરી

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનના પાર્કિંગમાં યુવાને પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે 30 હજાર રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ જૂનાગઢના રહેવાસી અને હાલમાં મોરબીના છાત્રાલય રોડ ઉપર આવેલ નવયુગ સ્કૂલની પાસે ગોવર્ધનનગરમાં રહેતા પરાગભાઈ ભીખુભાઈ રાઠોડ જાતે અનુ. જાતિ (34) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેશનના પાર્કિંગમાં પોતાનું બાઈક નંબર જીજે 11 બીએમ 3438 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 30000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની હાલમાં ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના રંગપર ગામે રહેતા વિપુલભાઈ મનસુખભાઈ (24) નામનો યુવાન મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ જાંબુડીયા ગામના પુલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ નંદરામભાઈ મેસવાણિયા દ્વારા કરવામાં આવી હતી




Latest News