હળવદના યુવાને વ્યાજે લીધેલ રૂપિયા-વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબીના દંપતી સહિત 4 સામે ફરિયાદ વાંકાનેરના જાલીડા ગામ નજીક કારખાના પાસેથી યુવાનનો મૃતદેહ મળ્યો મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સર્કિટ હાઉસની સામે વોંકળામાં અને અરુણોદયનાગર સર્કલ પાસે દારૂની રેડ: 19 બોટલ દારૂ સાથે બે પડકાયા


SHARE













મોરબીમાં સર્કિટ હાઉસની સામે વોંકળામાં અને અરુણોદયનાગર સર્કલ પાસે દારૂની રેડ: 19 બોટલ દારૂ સાથે બે પડકાયા

મોરબીમાં સર્કિટ હાઉસની સામેના ભાગમાં આવેલ ભારતનગર પાસે વોંકળામાં અને અરુણોદયનાગર સર્કલ પાસે દારૂની જુદીજુદી બે રેડ કરી હતી ત્યારે કુલ મળીને 19 બોટલ દારૂ સાથે પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીમાં સર્કિટ હાઉસની સામેના ભાગમાં આવેલ ભારતનગર પાસે વોંકળામાં ઘાસ અને બાવળની જાળીમાં દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દારૂની 15 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 4,500 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ફારુકભાઈ દિલાવરભાઇ જેડા જાતે મિયાણા (32) રહે. ભારતનગર સર્કિટ હાઉસ સામે મોરબી મૂળ રહે. માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આવી જ રીતે મોરબીમાં ઉમા ટાઉનશીપ પાસે અરુણોદયનગર સર્કલ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને પોલીસ દ્વારા રોકવામાં આવ્યો હતો અને તેને ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની ચાર બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 1,200 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી નિલેશભાઈ પ્રકાશભાઈ જોબનપુત્રા જાતે લોહાણા (23) રહે. ભારતનગર મફતિયાપરા સર્કિટ હાઉસ સામે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે પણ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલ છે અને આ બંને શખ્સો પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.






Latest News