મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબી નજીક બાઇક સ્લીપ થતાં ડિવાઇડર સાથે માથું અથડાતાં યુવાનનું મોત: મૃતક સામે ગુનો નોંધાયો


SHARE









મોરબી નજીક બાઇક સ્લીપ થતાં ડિવાઇડર સાથે માથું અથડાતાં યુવાનનું મોત: મૃતક સામે ગુનો નોંધાયો

વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં રહેતો યુવાન પોતાનું બાઈક લઈને મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ રફાળેશ્વર ગામ નજીક દરિયાલાલ હોટલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનું બાઈક સ્લીપ થઈને ડિવાઇડર સાથે અથડાતા યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી અને યુવાનનું મોત નીપજયું હતું આ અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં પોલીસે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે દરિયાલાલ હોટલથી આગળ મોજીલા સીરામીક કારખાનાના ગેઇટ સામેથી વાંકાનેરના કુંભારપરા શેરી નં-1 માં રહેતો અસલમભાઈ હારુનભાઈ તરીયા જાતે મુસ્લિમ કાજી (23) નામનો યુવાન પોતાનું બાઈક નંબર જીજે 3 ડીએલ 6394 લઇને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તેનું બાઈક સ્લીપ થતા ડિવાઈડર સાથે અથડાયું હતું અને તે બનાવમાં અસલમને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈ સમીરભાઈ હારુનભાઈ તરીયા જાતે મુસ્લિમ કાજી (27) રહે. કુંભારપરા શેરી નં-1 વાંકાનેરા વાળાની ફરિયાદ લઈને પોલીસે મૃતક સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

એક બોટલ દારૂ

વાંકાનેરના મિલપ્લોટ ચોક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 375 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી જીતેન્દ્રભાઈ ગોરધનભાઈ નગવાડિયા જાતે અનુ. જાતિ (36) રહે. મિલપ્લોટ ચોક પાસે વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News