મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબી પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ મોરબીના ઝીકિયારી ગામ નજીક ટ્રક ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં વાંકાનેરમાં ઘર પાસે પાર્ક કરેલ 16 લાખની કિંમતની સ્કોર્પિયો ગાડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની દરમ્યિાનગીરીથી વિમેદારને 1.77 લાખનો વીમો મળ્યો


SHARE













મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની દરમ્યિાનગીરીથી વિમેદારને 1.77 લાખનો વીમો મળ્યો

મોરબી શનાળા રોડ હાઉસીંગ બોર્ડમાં રહેતા હિતેશ જયંતિલાલના ધર્મપત્ની જયોતીબેને મેડીકલ વીમો સ્ટાર હેલ્થ એન્ડ લાઇફ ઇન્સ્યો.લી. પાસેથી લીધેલ હતો.દરમિયાન તેઓને જમણા ઘુંટણે દુખાવો થતાં તેઓએ સ્ટર્લિંગ હોસ્પીટલમાં ઓપરેશન કરાવેલ અને તેનો ખર્ચ રૂા.૧,૭૬,૯૦૫ (એક લાખ છોતેર હજાર નવસો પાંચ) થયો હતો.વીમા કંપનીએ સાચા ખોટા બાના બતાવીને વીમો નામંજુર કર્યો હતો.જેથી હિતેશભાઇએ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્રારા મોરબી જીલ્લા ગ્રાહક તકરાર કમીશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

જેમાં વીમા કંપનીને કોર્ટ કહ્યું હતુ કે તમારી સેવામાં ખામી છે.ગ્રાહકે વીમાનું પ્રીમીયમ ભરેલ છે માટે તેનો થયેલ ખર્ચ રૂા.૧,૭૬,૯૦૫ તા.૨૭-૪-૨૩ થી ૬ ટકા ના વ્યાજ સાથે અને રૂપીયા પાંચ હજાર અન્ય ખર્ચ પેટે ચુકવવાનો હુકમ કરેલ છે.ગ્રાહકે પોતાના હક માટે લડત કરવી જોઇએ.વીમો લેતી વખતે વીમા કંપનીને દરેક વસ્તુ પુરી પાડવી જોઇએ.કોઇપણ ગ્રાહકને વીમો-ફાઇન્સ કે અન્ય બાબતમાં અન્યાય થયો હોય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો. ૯૮૨૫૭ ૯૦૪૧૨) ઉપ પ્રમુખ બળવંત ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫) અથવા મંત્રી રામભાઈ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવો તેમ યાદી જણાવવામાં આવેલ છે.






Latest News