મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

વાંકાનેર જીનપરા વિસ્તારમાં કારનો દરવાજો ખોલી કરાયેલ મોબાઇલ ચોરીમાં એલસીબી સ્ટાફે ચોરાઉ મોબાઇલ સાથે એકને પકડી પાડયો


SHARE













વાંકાનેર જીનપરા વિસ્તારમાં કારનો દરવાજો ખોલી કરાયેલ મોબાઇલ ચોરીમાં એલસીબી સ્ટાફે ચોરાઉ મોબાઇલ સાથે એકને પકડી પાડયો

મોરબી જિલ્લાના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાંથી એકાદ મહીના પહેલા મોબાઈલ ચોરી થવા પામી હતી.જેની તપાસ દરમિયાન એલસીબીના સ્ટાફે ચોરાઉ મોબાઈલ સાથે હાલમાં એક ઇસમની ધરપકડ કરેલ છે.

મોરબી એલસીબીના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે એકાદ મહિના પહેલા વાંકાનેરના સીટી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાંથી એક મોબાઈલની ચોરી થઈ હોવા અંગેની જે તે સમયે ફરિયાદ નોંધાવા પામી હતી.જેમાં વાંકાનેર શહેરમાં પ્રતાપચોક બ્રાહ્મણ શેરી ખાતે રહેતા ઉત્કર્ષભાઈ આશિષભાઈ ત્રિવેદી જાતે બ્રાહ્મણ (૨૯) એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે મોબાઇલ ચોરીની ફરિયાદ નોંધાવી હતી.જેમાં તેઓએ જણાવ્યું છે કે, વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રાજવીર મોબાઇલ પાસે તેમણે પોતાની મારૂતિ સુઝુકી એસક્રોસ ગાડી ઊભી રાખી હતી અને તેમાં  ટેકનો પ્લસ મોબાઇલ જેની કિંમત ૭૦૦૦ રૂપિયા છે તે મોબાઈલ મુક્યો હતો અને આ સીલપેક મોબાઈલ કારનો દરવાજો ખોલીને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે.જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્ય શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા.જેની તપાસ ચાલુ હતી તે દરમિયાનમાં એલસીબી સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે હાર્દીક ગોવિંદભાઇ અસૈયા જાતે રજપુત (ઉ.વ.33) રહે.વાંકાનેર આરોગ્યનગર શેરી નંબર-૫, તા.વાંકાનેર જી.મોરબી વાળાએ તે મોબાઇલની ચોરી કરેલી છે અને હાલ તે વાંકાનેર ગાયત્રીચોક આરોગ્યનગર ખાતે છે.તેથી મોબાઇલ ચોરીના ગુનામાં ચોરાઉ મોબાઇલ ફોન સાથે હાલમાં હાર્દિક અસૈયાને પકડી પાડી તેની ઉલટ તપાસ કરતા આ મોબાઇલ ફોન તેણે ચોરી કરી મેળવેલ હોવાની હકિકત આપેલ હોય મોબાઇલ ચોરી સંદર્ભે તેની અટકાયત કરવામાં આવી હતી.આમ છેલ્લા એકાદ માસથી મોબાઇલ ચોરીનો વણ ઉકેલાયેલ ગુનો ડિટેકટ કરી ચોરાઉ મોબાઇલ સાથે આરોપીને પકડી પાડવામાં એલસીબી સ્ટાફને સફળતા મળેલ છે.એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમ.પી.પંડ્યા તેમજ પીએસઆઇ કે.એચ.ભોચીયા અને પીએસઆઇ એસ.આઈ.પટેલ તથા એલસીબીની ટેકનીકલ ટીમે આ કામગીરી કરી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

જોડિયા તાલુકાના અંબાલા ગામે રહેતા કરશનભાઈ મલ્લાભાઈ સાવરીયા નામના 65 વર્ષીય વૃદ્ધને અંબાલા ગામે કોઈ સાથે મારામારીના બનાવમાં ઇજાઓ થતા અત્રેની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ હાલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના સબળસિંહ સોલંકી દ્વારા મારામારીના કારણ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

બાઈક સ્લીપ થતા ઇજા

મોરબી તાલુકાના નવા સાદુરકા ગામે પરિવાર સાથે રહેતા કરણ સતિષભાઈ જીંજુવાડીયા નામના નવ વર્ષના બાળકને બાઇકમાં પાછળના ભાગે બેસીને જતા સમયે બાઇક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માત બનાવમાં ઇજાઓ થતા અહિંની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.








Latest News