મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા ગામે વીજ કંપનીની સબ ડિવિઝન મંજૂર: ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆતની અસર


SHARE







વાંકાનેરના ઢુવા ગામે વીજ કંપનીની સબ ડિવિઝન મંજૂર: ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની રજૂઆતની અસર

વાંકાનેર તાલુકાના રાતવીરડા, સરતાનપુર, ઢુવા, માટેલ, લાકડધાર વિસ્તારમાં ઘણા સરામિક સહિતના કારખાના આવેલ છે ત્યારે વારંવાર વીજ ધાંધિયાને લીધે કારખાનેદારો હેરાન હતા અને  મોરબી સિરામિક એસો. દ્વારા ઢુવા ગામે સબ ડિવિઝન (ફોલ્ટ સેન્ટર) આપવાની માંગ કરવામાં આવી હતી જેથી આ બાબતે વાંકાનેરના ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરી હતી અને ત્યાર બાદ હાલમાં સરકાર દ્વારા ઢુવા ગામે ફોલ્ટ સેન્ટર મંજૂર કરાયું છે.

વાંકાનેર તાલુકનની ઢુવા ગ્રામ પંચાયત અને મોરબી સિરામિક મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા ઢુવા પાસે વીજ કંપનીનું ફોલ્ટ સેન્ટર આપવામાં આવે તેના માટેની તા 22/3/23 ના રોજ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી હતી. જેથી ધારાસભ્યએ આ બાબતે ત્રણ વખત રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈને લેખિત રજૂઆત કરી હતી જેને ધ્યાને લઈને સરકાર દ્વારા ઢુવા ગામે નવી સબ ડિવિઝન ઓફિસ ફાળવવામાં આવી છે અને ત્યાં ફોલ્ટ સેન્ટર મંજૂર કરવામાં આવ્યું છે. જેથી કરીને ઢુવા ગ્રામ પંચાયત અને મોરબી સિરામિક એસો. દ્વારા ધારાસભ્યનો આભાર વ્યક્ત કરાયો છે.






Latest News