મોરબીમાં સમાધાન માટે આવલે કૌટુંબિક જમાઈ સહિત 4 લોકોને ધોકા વાળી કરીને બે યુવાનના માથા ફાડી નાખ્યા હળવદના દેવળીયા ગામ નજીક બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનની નજર સામે તેની પત્નીનું મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં માળીયા (મી)ના જાજાસર ગામે ખેતરના સેઢા પાસે ગળાફાંસો ખાઈને યુવતીએ કર્યો આપઘાત ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જવાથી દેણું થઈ જતાં હળવદના ધણાદ ગામે યુવાને ન કરવાનું કરી નાખ્યું મોરબી નજીક કારખાનામાં વેલ્ડિંગ કામ કરતાં સમયે 20 ફૂટ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ
Breaking news
Morbi Today

મોરબીમાં સમૂહલગ્નમાં જોડાયેલ યુગલોને પાલિકામા થયેલ લગ્ન નોંધણીના સર્ટિફિકેટ અપાયા


SHARE









મોરબીમાં સમૂહલગ્નમાં જોડાયેલ યુગલોને પાલિકામા થયેલ લગ્ન નોંધણીના સર્ટિફિકેટ અપાયા

મોરબીની ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા ગત ફેબ્રુઆરી માહિનામાં સાંઈ મંદિર નવલખી રોડ પર આવેલા કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં દશમાં ગંગા સ્વરૂપ બહેનોની દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગુજરાત સરકારના નિયમ મુજબ મોરબી નગરપાલિકામા લગ્ન રજીસ્ટ્રેશન થતાં તમામ દશ દીકરીઓને લગ્ન સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. જેથી તેઓ સરકારની કુંવરબાઈના મામેરા પેટે મળતી રકમ કન્યાદાન સ્વરૂપે સહાય યોજનાનો લાભ લઇ શકે છે. આ રજીસ્ટર થયેલ લગ્ન સર્ટિફિકેટ મોરબી ગંગા સ્વરૂપ સહાય સમિતિની ઓફીસમા અધ્યક્ષ દેવકરણભાઈ આદ્રોજાના માર્ગદર્શન હેઠળ કારોબારી સભ્યો રણછોડભાઈ પટેલ, બાલુભાઈ કડીવાર, કષ્ટભંજન હનુમાનજી સાંઈ મંદિરના મહંત બાબુભાઈ અને ત્રિભોવનભાઈ સી. ફુલતરિયાની હાજરીમા આપવામાં આવ્યા હતા. તદ ઉપરાંત એક સિલાઈ મશીન ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા એક બહેનને સિવણ તાલિમ કેન્દ્રના સર્ટિફિકેટના આધારે આપવામાં આવ્યું હતું. તેમ સમિતિના સભ્ય ટી.સી. ફુલતરિયાએ જણાવ્યુ છે.




Latest News