વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાની PM SHRI સજનપર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો


SHARE







ટંકારા તાલુકાની PM SHRI સજનપર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો

મોરબી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન નથુભાઈ કડીવાર અને નાયબ નિયામક અને ટેક્નિકલ શિક્ષણના  કમિશ્નર-ગાંધીનગર એમ.જે. અધારાની હાજરીમાં પ્રવેશોત્સવ ઉજવાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં બાલવાટીકા અને ધો.1 માં નવો પ્રવેશ મેળવનાર બાળકોનો શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો અને બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આ સાથે શાળાના ધો.3 થી 8 ના વાર્ષિક પરિક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ જુદી જુદી પરીક્ષાઓ જેવી કે CET, જ્ઞાનસાધના, NMMS, DLSS અને સૌથી વધુ હાજરી ધરાવતા બાળકોને વિવિધ ઇનામોને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે શાળામાં અભ્યાસ વિવિધ ઇનામો અને તિથિ ભોજનના દાતાઓનું શાળા પરિવાર વતી સાલ અને સન્માનપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ શાળામાં સ્કૂલ ઓફ એક્ષલન્સ અંતર્ગત બાંધકામ થયેલ નવા રૂમનુ લોકર્પણ પણ કરવામાં આવ્યું અને સરકાર દ્વારા અપાયેલ  નિપુણ ભારત અંતર્ગત વિવિધ સાહિત્યનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમના સફળ આયોજનમા શાળાના તમામ શિક્ષકોની અથાગ મહેનત બદલ સમગ્ર ગામલોકો અને સરપંચ વિનોદભાઈ સિણોજીયા તેમજ આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ તમામ શિક્ષકોને બિરદાવ્યા હતા.






Latest News