મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

વાંકાનેરના જામસર નજીકથી અજાણ્યા યુવાનની હત્યા, બે શખ્સ સામે ફરિયાદ: મૃતકની ઓળખ મેળવવા તજવીજ


SHARE









વાંકાનેરના જામસર નજીકથી અજાણ્યા યુવાનની હત્યા, બે શખ્સ સામે ફરિયાદ: મૃતકની ઓળખ મેળવવા તજવીજ

વાંકાનેર તાલુકાના જામસર ગામ પાસે ખેતર નજીકથી થોડા દિવસો પહેલા અજાણ્યા 35 થી 40 વર્ષના યુવાનની લાશ મળી આવી હતી. અને તેના શરીર ઉપર ઈજાના નિશાન જોવા મળી રહ્યા હતા જેથી કરીને મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવી હતી અને ત્યાર બાદ હાલમાં આ બનાવમાં બે શખ્સોની સામે હત્યાની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ છે અને મહિલાઓની સામે ન સમજાય તેવી મૃતક ભાષા બોલતો હતો અને જવનું કહેવા છતાં જતો ન હતો જેથી તેને લાકડી અને દોરડા વડે માર મારતા તે અજાણ્યા યુવાનનું મોત નીપજયું હતું.

વાંકાનેર તાલુકાના જામસર ગામે રહેતા અને ખેતી કામ કરતા પથુભાઈ દેલવાણીયાએ ગત તા 24/6 ના રોજ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી કેજામસર ગામ નજીક લખમણભાઇ રૂપાભાઈના મકાન પાસે ખેતરમાં અજાણ્યા 35 થી 40 વર્ષના યુવાનનો મૃતદેહ પડેલ છે જેથી કરીને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક યુવાનની બોડી ઉપર ઇજાના નિશાન જોવા મળ્યા હતા. જેથી તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે. આ બનાવમાં હાલમાં જામસર ગામે રહેતા પથુભાઇ ભનુભાઇ દેલવાડીયા જોત કોળી (46)ની ફરિયાદ લઈને પોલીસે પ્રભુભાઇ લાલજીભાઇ દંતેસરીયા અને અશોકભાઇ નથુભાઇ દેલવાડીયા રહે. બંને જામસર વાળાની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને જે ફરિયાદ નોંધાયેલ છે તેમાં જણાવ્યુ છે કે, જેની હત્યા કરવામાં આવેલ છે તે અજાણ્યો યુવાન ખેતર નજીક મહીલાઓ સામે જોઇ ન સમજાય તેવી ભાષા બોલતો હતો જેથી તેને ત્યાંથી જતાં રહેવા માટે કહ્યું હતું તો પણ તે ગયો ન હતો. જેથી આરોપી પ્રભુભાઇ દંતેસરીયાએ તેને લાકડીથી માર માર્યો હતો અને અશોકભાઇ દેલવાડીયાએ દોરડા વડે માર માર્યો હતો જેથી તે અજાણ્યા યુવાનનું મોત નીપજયું છે. જેથી પોલીસે હત્યાના ગુનામાં આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પણ ચક્રોગતિમાન કરેલ છે.






Latest News