હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં જુગાર રમતા પાંચ શખ્સો 13,200 ની રોકડ સાથે ઝડપાયા
મોરબીમાં પોણા ત્રણ, ટંકારામાં એક અને હળવદમાં પોણો ઇંચ વરસાદ: મચ્છુ-3 નો એક દરવાજો ખોલ્યો, બ્રાહ્મણી-2 ડેમ 90 ટકા ભરાયો
SHARE
મોરબીમાં પોણા ત્રણ, ટંકારામાં દોઢ અને હળવદમાં પોણો ઇંચ વરસાદ: મચ્છુ-3 નો એક દરવાજો ખોલ્યો, બ્રાહ્મણી-2 ડેમ 90 ટકા ભરાયો
મોરબી શહેર અને જીલ્લામાં આજે સવારે અગિયાર વાગ્યાથી મેઘરાજાએ બેટિંગ શરૂ કર્યું હતું અને એક કલાકમાં મન મૂકીને મેઘરાજાએ હેત વરસાવ્યું હતું ત્યાર બાદ સાંજના છ વાગ્યા સુધી ધીમીધારે વરસાદ ચાલુ જ હતો જેથી કરીને મોરબી જિલ્લાના પાંચ પૈકીના ત્રણ તાલુકામાં પોણાથી લઈને પોણા ત્રણ ઇંચ જેટલો સારો વરસાદ નોંધાયો છે
જેમાં મોરબીમાં પોણા ત્રણ ઇંચ, ટંકારામાં દોઢ ઇંચ અને હળવદમાં પોણો ઇંચ વરસાદ નોંધાયેલ છે જો કે, બાકીના બે તાલુકામાં નોંધપાત્ર વરસાદ આજના દિવસમાં નોંધાયેલ નથી. જો કે, જિલ્લાના 10 પૈકીનાં બે ડેમમાં પાણીની સારી આવક આજે પહેલા જ વરસાદમાં જોવા મળી છે અને મચ્છુ-3 ડેમનો એક દરવાજો પાણી છોડવા માટે ખોલવો પડ્યો છે.
મોરબી શહેરમાં સવારથી લઈને સાંજ સુધીમાં કુલ મળીને 70 મીમી એટ્લે કે પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેથી કરીને મોરબી નજીકના મચ્છુ-3 ડેમમાં પાણીની આવક વધી છે માટે હાલમાં મચ્છુ-3 ડેમનો એક એક દરવાજો એક ફૂટ ખોલી ડેમમાંથી 899 ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને ડેમમાંથી પાણી છોડતા પહેલા મચ્છુ-3 ડેમના નીચાણ વાળા વિસ્તારમાં ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા જેમાં મોરબી તાલુકાના 13 અને માળિયા તાલુકાના 8 ગામોનો સમાવેશ થાય છે.
જયારે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ બ્રાહ્મણી-2 ડેમ 90 ટકા ભરાયો હોવાનું સિંચાઇ વિભાગના અધિકારી જણાવ્યુ છે અને વધુમાં માહિતી આપતા જણાવ્યુ હતું કે, હાલમાં ડેમમાં નર્મદાના પાણીની આવક ઉપરાંત વરસાદના પાણીની આવક થયેલ છે જેથી કરીને ડેમમાં પાણીની આવક વધી છે અને બ્રાહ્મણી-2 ડેમ 90 ટકા ભરાયો છે જેથી કરીને ડેમની નીચેના ભાગમાં આવેલા નવ ગામોને સિંચાઇ વિભાગ દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે