હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં જુગાર રમતા પાંચ શખ્સો 13,200 ની રોકડ સાથે ઝડપાયા
SHARE
હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં જુગાર રમતા પાંચ શખ્સો 13,200 ની રોકડ સાથે ઝડપાયા
હળવદના ભવાની નગર ઢોરો વિસ્તારમાં જાહેર રમતા હતા ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમી રહેલા પાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે જુગરીઓ પાસેથી કુલ મળીને 13200 ની રોકડ કબજે કરીને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે ભવાનીનગર ઢોરા વિસ્તારમાં જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે રમેશભાઈ ગુગાભાઈ સાવડીયાના ઘરની પાસે જાહેરમાં જુગાર રમતા કિશોરભાઈ ઉર્ફે કિશન બચુભાઇ બણોદરા (28), સોકતભાઈ અસીમભાઈ ભટ્ટી (23), વિશાલભાઈ હિંમતભાઈ બરીયા (21), મનોજભાઈ ત્રિભોવનભાઈ ગીરી (41) રહે. ચારેય હળવદ અને ચિરાગભાઈ ઉર્ફે કિરીટ નાનજીભાઈ ચાવડા (20) રહે. ઇન્દિરાનગર મોરબી વાળા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે રોકડા 13200 રૂપિયા કબ્જે કરીને આગળની કાર્યવાહી કરી હતી.