મોરબીની પંચાસર ચોકડી પાસે મહાપાલિકાની ટીમ અંદાજે 15 જેટલા કાચા પાકા દબાણો તોડી પાડ્યા ટંકારાના બંગાવડી ગામે ખેત મજૂર યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં મોત પ્રેસ મીડિયા એસોસિએશન-મોરબી દ્વારા "મારા સપનાનું મોરબી" વકૃત્વ સ્પર્ધાનું આયોજન મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતના પગલે વિમેદારને રકમ વ્યાજ સહિત ચૂકવવા હુકમ ટંકારાના બંગાવડી ગામે મહિલા અને તેના પતિ, સંતાનો અને સાસુને કૌટુંબીક જેઠ-જેઠાણીએ આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક કાર ઉપર કન્ટેનર પડતાં દંપતીના મોત મામલે હવે ટ્રક કન્ટેનર ચાલક સામે ગુનો નોધાયો વાંકાનેર નજીક કારખાનામાં રિવર્સમાં આવતી કાર નીચે કચડાઈ જવાથી ઇજા પામેલ 14 મહિનાની બાળકીનું સારવારમાં મોત હળવદના બસ સ્ટેશનમાં ઉભેલા યુવાન સહિત બે વ્યક્તિ ઉપર જૂના ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સોએ પાઇપ વડે કર્યો હુમલો
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર ગામ પાસે અજાણ્યા યુવાનની હત્યાનો અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો


SHARE











મોરબીના ભરતનગર ગામ પાસે અજાણ્યા યુવાનની હત્યાનો અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભરતનગર ગામ પાસે રોયલ વે બ્રિજ પાસે અજાણ્યા 25 થી 40 વર્ષના યુવાનને કોઈએ માથાના પાછળના ભાગે બોથડ પદાર્થ માર્યો હતો જેથી કરીને તેને ગંભીર થતાં તે યુવાનને સારવાર માટે મોરબીથી રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે હાલમાં પોલીસ કર્મચારી દ્વારા અજાણ્યા શખ્સની સામે હત્યાની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે અને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભરતનગર ગામ પાસે થોડા દિવસો પહેલા રાત્રિના સમયે આંટાફેરા મારતા એક શખ્સને સ્થાનિક લોકો દ્વારા પકડીને પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ ઘટનાએ પહોંચે ત્યારે પહેલા તે શખ્સે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો જેથી કરીને તેને માથામાં ઇજા થઈ હતી તેવી માહિતી જે તે સમયે ગામના સરપંચ પાસેથી મળી હતી અને ઇજા પામેલા યુવાનને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેને મોત નીપજયું હતું જેથી કરીને તેના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક પીએમ કરવવામાં આવ્યું હતું

હાલમાં આ ઘટનામાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી કેતનભાઇ જીવણભાઈ અજાણા (31)એ અજાણ્યા શખ્સની સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે અજાણ્યા 25 થી 40 વર્ષના યુવાનને કોઈપણ કારણોસર માથાના પાછળના ભાગમાં બોથડ પદાર્થ મારવામાં આવ્યો હતો જેથી કરીને તે યુવાનને ગંભીર ઇજા થયેલ હતી અને તેનું મોત નીપજયું છે જેથી પોલીસે હત્યાના આ ગુનામાં આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આર. મકવાણા ચલાવી રહ્યા છે






Latest News