મોરબીની પંચાસર ચોકડી પાસે મહાપાલિકાની ટીમ અંદાજે 15 જેટલા કાચા પાકા દબાણો તોડી પાડ્યા ટંકારાના બંગાવડી ગામે ખેત મજૂર યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં મોત પ્રેસ મીડિયા એસોસિએશન-મોરબી દ્વારા "મારા સપનાનું મોરબી" વકૃત્વ સ્પર્ધાનું આયોજન મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતના પગલે વિમેદારને રકમ વ્યાજ સહિત ચૂકવવા હુકમ ટંકારાના બંગાવડી ગામે મહિલા અને તેના પતિ, સંતાનો અને સાસુને કૌટુંબીક જેઠ-જેઠાણીએ આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક કાર ઉપર કન્ટેનર પડતાં દંપતીના મોત મામલે હવે ટ્રક કન્ટેનર ચાલક સામે ગુનો નોધાયો વાંકાનેર નજીક કારખાનામાં રિવર્સમાં આવતી કાર નીચે કચડાઈ જવાથી ઇજા પામેલ 14 મહિનાની બાળકીનું સારવારમાં મોત હળવદના બસ સ્ટેશનમાં ઉભેલા યુવાન સહિત બે વ્યક્તિ ઉપર જૂના ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સોએ પાઇપ વડે કર્યો હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવાને અકળ કારણોસર ઘરમાં પોતાના જ ઘરમાં અંતિમ પગલું ભર્યું


SHARE











વાંકાનેરમાં યુવાને અકળ કારણોસર ઘરમાં પોતાના જ ઘરમાં અંતિમ પગલું ભર્યું

વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં રહેતા યુવાને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં રહેતા રાજસિંહ રણજીતસિંહ પઢિયાર (36) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેને બોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટસે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના વાલજીભાઈ રામજીભાઈ પરમાર ચલાવી રહ્યા છે. અને આપઘાત કરવા પાછળનું કારણ હજુ અકબંધ છે.

મારા મારીમાં ઇજા

મોરબીની પીપળીયા ચોકડી પાસે રહેતા ભેરુભાઇ વેરસિંગભાઈ (30) નામના યુવાનને મોરબીના ગાંધીચોક વિસ્તારમાં મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા કિશોરભાઈ માવજીભાઈ ખાણધર (41) નામનો યુવાન મોરબીમાં વાઘપરા ચોકડી પાસેથી બાઈક લઈને પસાર થતો હતો ત્યારે ત્યાં રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News