તેરા તુજકો અર્પણ: મોરબીમાં DYSP પી.એ.ઝાલાના હસ્તે લોકોને 12.07 લાખનો મુદામાલ પરત અપાયો મોરબી કોર્પોરેશન ડે ની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ કરાયું ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સ્ટાફની ભરતી કરાશે; અરજી કરવાનું શરૂ મોરબી: નાળિયેર હેઠળના વિસ્તારનું વિસ્તરણ યોજના હેઠળ બે સમાન વાર્ષિક હપ્તામાં પ્રતિ હેક્ટર ૫૬ હજારની સહાય અપાશે મોરબી: રક્ષા પેન્શનર્સ તથા પરિવાર પેન્શનર્સ માટે અમદાવાદ ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન મોરબીમાં સુશાસન સપ્તહ' અંતર્ગત પ્રશાસન ગાંવ કી ઔર વર્કશોપ યોજાયો મોરબીની પંચાસર ચોકડી પાસે મહાપાલિકાની ટીમ અંદાજે 15 જેટલા કાચા પાકા દબાણો તોડી પાડ્યા ટંકારાના બંગાવડી ગામે ખેત મજૂર યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં મોત
Breaking news
Morbi Today

ટંકારામાં ઝેરી જંતુ કરડી જતાં સારવારમાં ખસેડાયેલ બાળકનું મોત


SHARE











ટંકારામાં ઝેરી જંતુ કરડી જતાં સારવારમાં ખસેડાયેલ બાળકનું મોત

ટંકારાના અમરાપર રોડ ઉપર ઉગમણા નાકા પાસે ઝૂંપડામાં રહેતા આદિવાસી પરિવારના સાત વર્ષના બાળકને સાંજના સમયે કોઈ ઝેરી જંતુ કરડી જતા તેને સારવાર માટે લાવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારાના અમરાપર રોડ ઉપર ઉગમણા નાકા પાસે ઝૂંપડામાં રહેતા પ્રકાશભાઈ બારીયા જાતે આદિવાસીનો દીકરો સાત વર્ષનો દીકરો આશિક બારીયા ઘરે ઝૂપડામાં સાંજના 6:00 વાગ્યાના અરસામાં સૂતો હતો અને તે ઉઠ્યો ત્યારે તેના ખબર પડી કે કોઈ ઝેરી જંતુ કરડી જતાં તેને પ્રાથમિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની જનાના હોસ્પિટલમાં લઈ ગયા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન તે બાળકનું મોત નીપજયું હતું. જેથી આ બનાવની રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી પોલીસે આગળની કાર્યાવહી કરેલ છે અને વધુ તપાસ એસ.બી. સીદીકી ચલાવી રહ્યા છે

વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના ભવાની ચોક વિશ્વકર્મા મંદિરની પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જે બનાવમાં હસમુખભાઇ કાળીદાસભાઇ શેઠ (ઉમર ૭૨) રહે.ટાવર ચોક પાસે સુરેન્દ્રનગરને ઇજાઓ પહોંચી હતી.જેથી તેઓને ખાનદી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા હતા.બનાવને પગલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા આ બાબતે નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News