મોરબીના શંકર આશ્રમના જીર્ણોધ્ધાર અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન મોરબી : આયુષ હોસ્પિટલના ન્યુરો સર્જન દ્વારા જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી  સૌરાષ્ટ્રની નં ૦૧ રીયલ ક્રિકેટ એકેડમીમાં દિવાળી નિમિતે બાળકો માટે સ્પેશ્યલ ઓફર મોરબીના જુના ખારચીયાથી રાજપર (કું.) જવાના બિસ્માર રસ્તો ડામરથી ક્યારે મઢાશે ? ટંકારાના લજાઈ પાસે ઓઇલના ગોડાઉનમાં એસએમસીની રેડ: બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ પેકિંગ ભરતાઓની ચર્ચા મોરબી : ટંકારાના ગજડી ગામના રમેશભાઈ જારીયાની રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળમાં ઉપપ્રમુખ તરીકે વરણી મોરબીની નવયુગ સાયન્સ કોલેજ દ્વારા ફૂડ સ્પેશિયાલિટી  ઓફ ગુજરાતનું આયોજન  કરવામાં આવ્યું મોરબી જિલ્લામાં ખેડૂતને થયેલ નુકશાન સામે સરકારે હજુ રાતીપાઈ આપી નથી, વહેલી તકે વળતર આપવા કોંગ્રેસની માંગ
Breaking news
Morbi Today

હળવદના મંગળપુર ગામે રહેતા યુવાનને આઇફોન-15 આપવાનું કહીને 45,500 ની છેતરપિંડી


SHARE











હળવદના મંગળપુર ગામે રહેતા યુવાનને આઇફોન-15 આપવાનું કહીને 45,500 ની છેતરપિંડી

હળવદના મંગળપુર ગામે રહેતા યુવાનને ફેસબુકમાં મુકેલ આઇફોન-15 ફોનની પોસ્ટ જોઈએ હતી અને સામે વાળાએ ખોટી પોસ્ટ છે તે જાણતો હોવા છતાં પણ ખોટી ઓળખ આપીને યુવાન પાસેથી રૂપીયા 45,500 ઓનલાઇન ટ્રાન્સફર કરીને મેળવી લીધા હતા અને યુવાનની સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી હતી જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદી આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના મંગળપુર ગામે રહેતા મયુરભાઇ ગીરધરભાઇ ઉડેશા જાતે કોળી (24)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયદિપ વિઠલભાઇ ઝાલા રહે. રાજકોટ વાળાની સામે વિશ્વાસઘાત તથા છેતરપીંડીની ફરિયાદ નોધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. 4/6/24 ના બપોરના 3:00 વાગ્યાના અરસામા ફરીયાદી તેના ઘરે હતો ત્યારે આરોપી જયદિપ વિઠલભાઇ ઝાલાએ પોતાના મોબાઇલ ફોન નં. 93130 62471 ઉપર ફેસબુક એપ્લીકેશનમા “Jayubha Zala” નામની ખોટી આઇ.ડી. બનાવી આ આઇ.ડી ઉપર મોબાઇલ ફોન વેચવાની પોસ્ટ પોતાની ફેસબુક આઇ.ડી. ઉપર મૂકી હતી અને આ પોસ્ટ ખોટી હોવાનુ જાણવા છતા ફરીયાદીને વિશ્વાસમા લઇ સાહેદ વિપુલભાઇ ભીમાણી નામના વ્યક્તિ પાસે ટેક્સીના ભાડાની ડિપોઝિટ ભરવા પેટે તેમનુ યુપીઆઈ સ્કેનર મેળવી તેમા ફરીયાદી પાસેથી આઇફોન-15 ના રૂપીયા 45,500 ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા અને આઇફોન-15 ફોન ફરીયાદીને ન આપીને તેની સાથે આરોપીએ પોતાની ખોટી ઓળખ આપીને વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ- 406, 420 (BNS કલમ 316 (2),318 (4)  મુજબ) તથા આઇ.ટી. એકટ 2000 ની કલમ 66 (ડી) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે




Latest News