મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા નજીક બસ સાથે ટેમ્પો અથડાતાં અકસ્માત: ટેમ્પો ચાલક યુવાનને બસના મુસાફરોએ માર માર્યો !


SHARE







મોરબીના આંદરણા નજીક બસ સાથે ટેમ્પો અથડાતાં અકસ્માત: ટેમ્પો ચાલક યુવાનને બસના મુસાફરોએ માર માર્યો !

મોરબી હળવદ હાઇવે રોડ પર આવેલ આંદરણા ગામ પાસેથી ટેમ્પો લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો. ત્યારે બસ સાથે ટેમ્પો અથડાતા અકસ્માત થયો હતો અને બસમાં બેઠેલા મુસાફરો પૈકીનાઓએ યુવાનને માર મારતા ઇજા પામેલા યુવાનને સારવાર માટે ચરાડવાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના રહેવાસી દિનેશસિંગ ગોપાલસિંગ રાવત (21) નામનો યુવાન વહેલી સવારે 8:00 વાગ્યામાં ટેમ્પો લઈને મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ આંદરણા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે હોટલની સામેના ભાગમાં તેનો ટેમ્પો બસ સાથે અથડાયો હતો જેથી કરીને બસમાં બેઠેલા મુસાફરો પૈકીનાઓએ તે યુવાનને માર મારતા ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે ચરાડવાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે. અને બનાવની પ્રાથમિક તપાસ જે.પી. પટેલ દ્વારા કરવામાં આવેલ છે

સાપ કરડી ગયો

હળવદમાં આવેલ આસ્થા કંપની ખાતે રહેતા તેજબહાદુર પરિદ્દીનભાઈ (39) નામના યુવાનને સાપ કરડી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી જોકે, બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવેલ છે.

બાઈક સ્લીપ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ મોમ્સ હોટલના ખૂણા પાસેથી મોરબીના અવની પાર્ક વિસ્તારમાં રહેતા નટવરભાઈ લાલજીભાઈ નકુમ (43) નામનો યુવાન બાઇક લઈને પસાર થતો હતો ત્યારે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને તે યુવાનને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News