મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિદ્યાર્થીઓ સહિતનાઓએ સુનિતા વિલિયમ્સ માટે કરી પ્રાર્થના
મોરબી જીલ્લા ભાજપ દ્વારા "એક પેડ માઁ કે નામ" અભિયાન અંતર્ગત રોપા વિતરણ કરાયું
SHARE
મોરબી જીલ્લા ભાજપ દ્વારા "એક પેડ માઁ કે નામ" અભિયાન અંતર્ગત રોપા વિતરણ કરાયું
મોરબી જીલ્લા ભાજપ દ્વારા જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત રોપા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. અને આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ તેમજ મોરબી ભાજપના ભીષ્મપિતામહ સમાન ભાજપના 40 વર્ષથી આગવું માર્ગદર્શન આપી તેમની કાર્ય શૈલીથી મોરબી જીલ્લાને ટોચ ઉપર લઈ આવનાર કાર્યકર્તાના આદર્શ એવા નખશિખ ભાજપી રાઘવજીભાઈ ગડારાનો જન્મદિવસ હોવાથી તેના જન્મદિવસની ભેટ રૂપે અર્પણ કરવામાં આવ્યો હતો અને રાઘવજીભાઈ ખાસ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. તેમ જીલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રાની યાદીમાં જણાવ્યુ છે. આ તકે ભાજપના અગ્રણીઓ, જીલ્લા મહિલા મોરચો, શહેર મહિલા મોરચો સહિત કાર્યકરો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, બાબુભાઈ પરમાર, નીરજ ભટ્ટ સહિતનાઓએ માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.