મોરબી જીલ્લા ભાજપ દ્વારા "એક પેડ માઁ કે નામ" અભિયાન અંતર્ગત રોપા વિતરણ કરાયું
મોરબી જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખે જન્મદિનની પ્રેરક ઉજવણી કરી
SHARE
મોરબી જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખે જન્મદિનની પ્રેરક ઉજવણી કરી
મોરબી જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાના 71 માં જન્મદિવસ નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્મદિનની પ્રેરક ઉજવણી કરવામાં આવી હતી જેમાં વૃદ્ધાશ્રમના વડીલો સાથે જમણવાર કરીને કે વિકાસ વિદ્યાલયની બાળાઓને ભાવતા ભોજન જમાડી ડ્રેસની ભેટમાં આપ્યા હતા તેમજ પોતાના પરિવારજનો તેમજ મિત્રો સાથે મોરબીની સિવિલ હોસ્પિટલે જઈને હોસ્પિટલના તમામ વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દીઓને ફ્રૂટ અને બિસ્કીટનું વિતરણ કર્યું હતું. આ તકે રાઘવજીભાઈ સાથે તેમના લઘુબંધુ બાબુભાઈ ગડારા, ભત્રીજા મનીષભાઈ ગડારા, મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઈ મિયાંત્રા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાંસદડિયા, ભાજપ અગ્રણી પ્રભુભાઈ ભૂત, બિપીન વ્યાસ, સુરેશ સિરોહિયા, નંદલાલ નેસડીયા, રોહિત અગોલા, નીરજ ભટ્ટ સહિતના સાથે રહ્યા હતા.









