મોરબીના મચ્છુ-2 ડેમ પાસે સીએ એસો.-જીએસટી દિવસ નિમિતે વૃક્ષરોપણ કરાયું
મોરબીની ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા લાભાર્થી બહેનોને સિવણ સર્ટિફિકેટનું વિતરણ કરાયું
SHARE
મોરબીની ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા લાભાર્થી બહેનોને સિવણ સર્ટિફિકેટનું વિતરણ કરાયું
મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા ગ્રીનચોક કુબેરનાથમંદિર પાસે આવેલ લુહાર શેરીમાં સિવણ કેન્દ્ર ચલાવવામાં આવે છે તેના સંચાલિકા જાગૃતિબેન પરમારે 21 લાભાર્થી બહેનોને ત્રણ માસનો કોર્ષ પુરો કરાવવામાં આવેલ છે જેથી ગંગા સ્વરૂપ સહાય સમિતિના અધ્યક્ષ દેવકરણભાઈ આદ્રોજા તથા શ્રીમતી શારદાબેન આદ્રોજા, બાલુભાઈ કડીવાર, ત્રિભોવનભાઈ ફુલતરિયા, મહિલા કાર્યકર દર્શનાબેન તથા ઉષાબેન અને કેન્દ્ર સંચાલિકા જાગૃતિબેનના વરદહસ્તે બહેનોને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. છેલ્લે અધ્યક્ષ દેવકરણભાઈ આદ્રોજા અને સભ્ય ટી.સી. ફુલતરિયાએ દરેક લાભાર્થી બહેનોને જણાવ્યું હતું કે, આ સેવાકીય સિવણ કેન્દ્રના માધ્યમથી આપ રોજીરોટી મેળવો તથા કુટુંબ અને સમાજ માટે ઉપયોગી બનો તેવા હેતુથી આ સિવણ કેન્દ્ર ચલાવવામાં આવે છે.