હળવદના માથક ગામની સીમમાંથી કેબલ વાયરની ચોરી કરનાર બે આરોપી ઝડપાયા
મોરબીમાં સાડા પાંચ, ટંકારામાં ત્રણ, હળવદમાં અઢી અને વાંકાનેર-માળિયામાં અડધો ઇંચ વરસાદ: પાલિકાની પ્રિમોનસૂન કામગીરી ફેઈલ
SHARE






મોરબીમાં સાડા પાંચ, ટંકારામાં ત્રણ, હળવદમાં અઢી અને વાંકાનેર-માળિયામાં અડધો ઇંચ વરસાદ: પાલિકાની પ્રિમોનસૂન કામગીરી ફેઈલ
મોરબી સહિત જિલ્લાના પાંચ તાલુકામાં છેલ્લી 24 કલાકમાં ખૂબ સારો વરસાદ થયો છે અને જિલ્લાના પાંચ પૈકીના ચાર તાલુકામાં અડધાથી લઈને સાડા પાંચ જેટલો વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ખાસ કરીને મોરબી શહેરની વાત કરીએ તો મોરબી નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના વર્ષો જૂના નિકાલોને ખુલ્લા કરવામાં આવ્યા ન હોવાથી દર વર્ષે જે વિસ્તારોમાં નજીવો વરસાદ પડે ત્યાં વરસાદી પાણી ભરાવાના પ્રશ્નો ઉભા થતા હોય છે ત્યાં આ વર્ષે પણ પ્રશ્નો ઊભા થયા હતા અને ખાસ કરીને રાતના 11 થી 1 વાગ્યાના સમયગાળા દરમિયાન મોરબી શહેરમાં ત્રણ જેટલો વરસાદ પડ્યો હતો જેથી કરીને અમુક વિસ્તારોમાં તો લોકોના ઘરની અંદર પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા
છેલ્લા ચારથી પાંચ દિવસથી મોરબી શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને હળવો ભારે વરસાદ પણ છેલ્લા દિવસોથી મોરબી જિલ્લાના પાંચે તાલુકામાં પડી રહ્યો છે જોકે અત્યાર સુધીના સારા વરસાદની વાત કરીએ તો મોરબી જિલ્લાના પાંચ પૈકીના મોરબી અને ટંકારા તાલુકામાં ખૂબ સારો વરસાદ છેલ્લા પાંચ દિવસ દરમિયાન નોંધાયો છે જોકે હળવદ અને વાંકાનેર તાલુકામાં પણ ખેડૂતોના હૈયે ટાઢક થાય તેવો વરસાદ પડી રહ્યો છે અને માળિયા તાલુકામાં દર વર્ષે ચોમાસામાં જે રીતે નહીવત વરસાદ શરૂઆતના દિવસોમાં જોવા મળતો હોય છે તેવી જ પરિસ્થિતિ હાલમાં પણ જોવા મળી રહી છે
મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાંથી જાણવા મળતી પ્રમાણે મોરબી જિલ્લાના પાંચ પૈકીના ચાર તાલુકામાં છેલ્લી 24 કલાકમાં ખૂબ સારો વરસાદ નોંધાયો છે જેમાં મોરબી તાલુકામાં સાડા પાંચ ઇંચ, ટંકારા તાલુકામાં ત્રણ ઇંચ, હળવદ તાલુકામાં અઢી ઇંચ અને વાંકાનેર તથા માળિયા તાલુકામાં અડધો-અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયેલ છે જોકે ધીમીધારે અને સમયાંતરે વરસાદ પડ્યો હોવાથી કોઈ જગ્યાએ મોટી દુર્ઘટના સર્જાયેલ નથી પરંતુ મોરબી શહેરની વાત કરીએ તો મોરબી શહેરની અંદર સાંજના છ થી આઠ અને રાત્રિના 11 થી 1 સુધીના સમયગાળામાં સાડા પાંચ જેટલો વરસાદ વરસી ગયો હતો જેથી કરીને મોરબીના વર્ષો જૂના જે વરસાદી પાણીના નિકાલ છે તેને પાલિકાની ટીમ ખુલ્લા કરાવી શકી નથી જેથી લોકોને હાલાકી નો સામનો કરવો પડ્યો હતો
મોરબીના સનાળા રોડ, નગર દરવાજા ચોક, લાતી પ્લોટ, મહેન્દ્રપરા, માધાપરા, અરુણોદય નગર, લોહાનપરા વિસ્તાર સહિતના અને એવા વિસ્તારો કે જ્યાં દર વર્ષે ચોમાસામાં બે થી ત્રણ ઇંચ વરસાદ પડે એટલે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ જતો હોય છે અને લોકોના ઘર અને દુકાનમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા હોય છે આવી જ રીતે ગઈકાલે સાંજના છ થી રાતના એક વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન પડેલા સાડા પાંચ જેટલા વરસાદના કારણે લોકોના ઘરની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા હતા. જેથી કરીને તેઓની ઘરવખરીમાં પણ નુકસાની થઈ હતી જોકે રાત્રિ દરમિયાન ત્રણ જેટલો વરસાદ પડ્યો હોવાથી કેટલાક વિસ્તારોમાં વેપારીઓની દુકાનમાં પાણી ભરાયા હતા જેથી વેપારીઓની દુકાનમાં પણ નાના મોટી નુકસાની હોવાની માહિતીઓ સામે આવી રહી છે
ત્યારે સવાલ એ ઉભો થાય છે કે દર વર્ષે કયા વિસ્તારમાં મોરબીમાં વરસાદી પાણી ભરાય છે અને લોકો હાલાકીનો સામનો કરતા હોય છે તેની જાણકારી મોરબી પાલિકાના વર્ષો જુના કર્મચારીઓ પાસે હોવા છતાં પણ જે કામ કરવાનું હોય છે તે સમયસર કરતા નથી અને વરસાદી પાણીના નિકાલ ખુલ્લા કરાવતા નથી જેથી કરીને દર વર્ષે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો અને નુકસાની સહન કરવી પડતી હોય છે
આ વર્ષે પણ વરસાદી પાણીના નિકાલ માટેના વોંકળા સહિતના રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા નથી અને પ્રિમોન્સૂન કામગીરીમાં પાલિકા તંત્ર દ્વારા વેઠ ઉતારવામાં આવી હોવાથી લોકોને હાલમાં સાડા પાંચ જેટલા વરસાદમાં પણ હાલાકીનો સામનો કરવો પડ્યો છે ત્યારે જો જુનાગઢ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદની જેમ એક સાથે 10 થી 15 ઇંચ જેટલો વરસાદ મોરબીમાં પડે તો મોરબીમાં કદાચ બીજું હોનારત આવે તો નવાઈ નથી
સાત કલાક પછી પણ પાણીનો નિકાલ નહીં !
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ જૈન દેરાસર પાસેના ગ્રાઉન્ડમાં આજકાલથી નહીં પરંતુ છેલ્લા 40 વર્ષથી વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન છે અને ત્યાં વરસાદ પડે એટલે બેટ જેવો વિસ્તાર થઈ જતો હોય છે એવી જ રીતે ગઈકાલે રાત્રિના 11 થી 1 વાગ્યા સુધીમાં પડેલા ત્રણ ઇંચ જેટલા વરસાદના કારણે હાલમાં તે વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયું છે અને આ પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી સાત કલાક પછી પણ પાણી ભરેલ છે અને ત્યાં આસપાસના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.


