મોરબીના મચ્છુ-3 ડેમનો એક દરવાજો પાંચ ફૂટ ખોલ્યો, ડેમી-2 સહિતના ડેમોમાં નવા નીરની આવક
પીજીવીસીએલના મેનેજીંગ ડિરેક્ટરે મોરબીમાં ઉદ્યોગકારો સાથે બેઠક યોજી
SHARE






પીજીવીસીએલના મેનેજીંગ ડિરેક્ટરે મોરબીમાં ઉદ્યોગકારો સાથે બેઠક યોજી
ગઇકાલે પીજીવીસીએલના મેનેજિંગ ડાયરેક્ટર પ્રીતિ શર્મા મોરબીમાં આવ્યા હતા અને ત્યારે મોરબી વર્તુળ કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે મોરબીના જુદાજુદા ઉદ્યોગના એસો.ના આગેવાનો સાથે મિટિંગ કરી હતી અને તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું ખાતરી આપી હતી. આ મિટિંગમાં મોરબી પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર ડી.આર. ઘાડિયા સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા અને મોરબી સીરામીક એસો., પોલીપેક એસો., પ્લાસ્ટિક એસો., સેનેટરી વેર એસો., પેપરમિલ એસો. ના આગેવાનો હાજર રહ્યા હતા અને વારંવાર થતા ઈન્ડ. ફીડરમાં ટ્રીપીંગની રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઈને વીજ ગ્રાહકોને વીજ પુરવઠો નિરંતર મળતો રહેશે તેની મેનેજિંગ ડાયરેક્ટર પ્રીતિ શર્માએ ખાતરી આપી હતી.


