પીજીવીસીએલના મેનેજીંગ ડિરેક્ટરે મોરબીમાં ઉદ્યોગકારો સાથે બેઠક યોજી
હળવદનાં મયુરનગર પાસે બેઠો પુલ ધોવાયો, ગામ સંપર્ક વિહોણું: ઇસનપુર પાસે પણ વોકળોમાં પાણી આવી જતાં લોકો હેરાન
SHARE






હળવદનાં મયુરનગર પાસે બેઠો પુલ ધોવાયો, ગામ સંપર્ક વિહોણું: ઇસનપુર પાસે પણ વોકળોમાં પાણી આવી જતાં લોકો હેરાન
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં છેલ્લી 24 કલાકમાં અઢી ઇંચ વરસાદ નોંધાયેલ છે તેવામાં હળવદ તાલુકાનાં રાયસંગપર અને મયુરનગર ગામ વચ્ચે બેઠો પુલ આવેલ છે તે ભારે વરસાદના લીધે ધોવાઈ ગયેલ છે જેથી કરીને મયુરનગર ગામોનો સંપર્ક તૂટી ગયેલ છે આવી જ રીતે ઇસનપુર નજીક વોકળામાં વરસાદી પાણી ભરાઈ ગયેલ છે જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યો છે.
હળવદ તાલુકામાં ગઇકાલે દિવસે અને રાતે સારો વરસાદ પડ્યો હતો જેથી કરીને સ્થાનિક જળાશયોમાં પાણીની આવક થયેલ છે જો કે, બ્રાહ્મણી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો જેથી કરીને મયુરનગર અને રાયસંગપર વચ્ચે આવેલ બેઠો પુલ તૂટી ગયેલ છે જેથી મયુરનગર ગામ હાલમાં સંપર્ક વિહોણું બન્યું છે. વધુમાં સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આ પુલ ત્રણ વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો હતો અને હાલમાં સિઝનના પહેલા જ સારા વરસદમાં પુલનું ધોવાણ થઈ ગયેલ છે. અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસામાં આવી પરિસ્થિતિ હોય છે જેથી ત્યાં મોટો પુલ બનાવવાની માંગ કરવામાં આવે છે પણ તેને ધ્યાને લેવામાં આવી રહી નથી.


